________________
પ્રતિષ્ઠા થવાની હોય અથવા એમની નિશ્રામાં કોઈ સંઘ નીકળવાનો હોય અથવા એવો અન્ય કોઈ શુભ મોટો અવસર હોય ત્યારે કોઈક શિષ્યોને કે પ્રશિષ્યોને પોતાના ગુરુભગવંત વિશે પ્રશસ્તિના પ્રકારનું કોઈક કાવ્ય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે. એ માટે શિષ્ય...શિષ્યમાં એવી રચના કરવા માટેની કવિત્વશક્તિ હોવી જરૂરી છે. અલબત્ત, એવી રચના થાય ત્યારે તે ઉત્તમ કોટિની કાવ્યકૃતિ જ બને એવું અનિવાર્ય નથી, પરંતુ એમાં કવિના હૃદયની સાચી ગુરભક્તિ રહેલી હોય છે. મધ્યકાળમાં આવી ગુરુભક્તિ નિમિત્તે કેટલાંક ફાગુકાવ્યોનું સર્જન થયું છે. આવી કેટલીક ફાગુકૃતિમાં વસંતઋતુ અને મદનરાજના પ્રભાવ સામે ગુરુ ભગવંતનો વિજય બતાવવામાં આવ્યો છે. કેટલાકમાં માત્ર ફાગુબંધમાં રચના થયેલી હોય છે અને એથી તે ફાગુકાવ્ય તરીકે ઓળખાય છે.
ગુરુ ભગવંત વિશે આવાં વીસથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે. ઘણાંખરાં કાવ્યોમાં કવિએ પોતાના નામનો નિર્દેશ પણ કર્યો નથી. એટલે એ અજ્ઞાત કવિકૃત જ રહે છે. જે ગુરભગવંતો વિશે ફાગુકાવ્યો લખાયાં છે તેમાંનાં કેટલાંકમાં કવિનાં નામ છે. જે ગુરુભગવંતો વિશે ફાગુકાવ્ય લખાયાં છે તે છે યશેખરસૂરિ, હેમહંસ, જયકીર્તિ, દેવરત્ન, કીર્તિરત્ન, જિનચંદ્ર, હેમવિમલ, હેમરત્ન, જિનહંસ, જિનરત્ન, પુણ્યરત્ન, અમરરત્ન, ધર્મમૂર્તિ, હીરવિજય, પદ્મસાગર ઇત્યાદિ. એક ગુકાવ્ય ભગવાન શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગુરુ ગૌતમસ્વામી વિશે પણ લખાયું છે અને ત્રણેક શગુકાવ્યો ગુર્નાવલીના પ્રકારનાં લખાયાં છે. આ ફાગુકાવ્યોમાંનાં કેટલાંક કદમાં નાનાં મધ્યમ કક્ષાનાં છે, તો કેટલાંકમાં કવિએ પોતાની સારી કવિત્વશક્તિ દાખવી છે. એમાં “જયશેખરસૂરિ ફાગ', “હેમહંસસૂરિ સુગુરુ ફાગ', જયકીર્તિસૂરિ ફાગ', હેમરત્નસૂરિ ફાગ’, ‘સુમતિસુંદર ફાગ', “ધર્મમૂર્તિ ગુરુ ફાગ' વગેરે ગણાવી શકાય. કવિ હંસધીરે તો પોતાના ગુરુ હેમવિમલસૂરિ વિશે બે ફાગુકાવ્યો લખ્યાં છે.
ગુરુભગવંતો વિશે લખાયેલાં આ બધાં ફાગુકાવ્યોની એક ઉપયોગિતા એ છે કે એમાંથી પોતાના ગુરુભગવંતના જીવન વિશે કેટલીક વિગતો સાંપડી રહે છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણી મહત્ત્વની છે. વળી એ જમાનાનું સમાજચિત્ર પણ કેટલાંક કાવ્યોમાં પ્રતિબિંબિત થયું છે.
આમ, ગુરુભગવંત વિશેનાં ફાગુકાવ્યો આપણા ફાગુસાહિત્યના વિકાસનું એક મહત્ત્વનું અંગ બની રહે છે.
ફાગુકાવ્યની વિકાસરેખા - ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org