________________
પ્રભુ ફાગ' અને અજ્ઞાત કવિકૃત “તીર્થકર ફાગુ' છે. સ્તુતિના પ્રકારની આ લઘુ કૃતિઓ મધ્યમ કક્ષાની છે. વ્યક્તિવિષયક અન્ય ગુમાવ્યો
વ્યક્તિ વિશેનાં ફાગુકાવ્યો તો ઘણાં લખાયાં છે. પરંતુ તેમાંથી નેમિનાથ વિશેનાં. અન્ય તીર્થકરો વિશેનાં, સ્થૂલિભદ્ર વિશેનાં તથા ગુરુભગવંત વિશેનાં ફાગુમાવ્યો જુદાં તારવી લઈએ તો તે સિવાયની કેટલીક વ્યક્તિઓ વિશે લખાયેલાં ફાગુકાવ્યો પણ પ્રાપ્ત થાય છે. આવાં ફાગુકાવ્યોની સંખ્યા ઝાઝી નથી. આવાં છ જેટલાં ફાગુકાવ્યો અત્યાર સુધીમાં પ્રાપ્ત થયાં છે. એમાં જંબૂસ્વામી વિશે બે ફાગુકાવ્યો તથા ભરતેશ્વર, શાલિભદ્ર, રામચંદ્ર, શ્રીકૃષ્ણ અને પાંચ પાંડવો વિશે એક એક ફાગુકાવ્ય છે. આ ફાગુકાવ્યોમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની જંબુસ્વામી વિશેની કૃતિ બ્રહ્મગીતા'ના પ્રકારની છે. અજ્ઞાતકવિકત “બૂસ્વામી ફાગ', અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ અને અજ્ઞાત કવિકૃત ‘ભરતે પર ચક્રવર્તી ફાગ' એ કૃતિઓ વિક્રમના પંદરમા સૈકામાં લખાયેલી છે. એમાં વસંતવર્ણન, શૃંગારરસનું નિરૂપણ ઈત્યાદિ જૈન ફાગુકાવ્યોમાં જોવા મળે તેવાં છે. “શાલિભદ્ર ફાગુ' સોળમાં સૈકામાં લખાયું છે. આ વ્યક્તિવિષયક ફાગુકાવ્યોમાં તે તે મહાન વ્યક્તિના જીવનના પ્રસંગો સહિત એમનો મહિમા દર્શાવાયો છે. ફાગુકાવ્ય માટે વિષયની નવીનતાની ખોજ આ કવિઓને તેવાં પ્રેરક જીવનચરિત્રો તરફ દોરી ગઈ છે. એથી ફાગુસાહિત્યમાં વૈવિધ્ય આવ્યું છે. ગુરુભગવંત વિશે ફાગુકાવ્યો
જૈન ધર્મમાં ગુરુભગવંતનો મહિમા અપાર છે. રોજેરોજ દ્રવ્યક્રિયારૂપે વિધિપૂર્વક ગુરુ મહારાજને વંદન કરવાની પ્રણાલિકા તો પ્રાચીનકાળથી ચાલી આવે છે, પરંતુ ભાવવંદનનું પણ એટલું જ મહત્ત્વ છે. ગુરુભગવંત વિના મોક્ષમાર્ગ પર આગળ વધવાનું શક્ય નથી. એટલે જ ગુરુની આજ્ઞા અને ગુરુની કૃપા એ બંને એટલાં જ મહિમાવંતાં મનાય છે.
સામાન્ય રીતે જે દીક્ષા આપે તે ગુરુ હોય. પણ જૈન પરંપરામાં વિશાળ સાધુસમુદાયમાં જ્યાં વડીલ આચાર્ય, ગચ્છનાયક વિદ્યમાન હોય ત્યાં દીક્ષાની વિધિ તેઓ કરાવે, તેઓ દીક્ષાગુરુ બને અને પછી તે વ્યક્તિને અન્યના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવે. આવું જ્યાં બને ત્યાં મુનિના બે ગુરુ હોય, એક પોતાના ગુરુ અને બીજા દીક્ષાગુરુ,
પોતાના ગુરુને આચાર્યની પદવી અપાઈ હોય, એમના હાથે કોઈ મંદિરમાં
૨૪ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org