________________
આ પાંચ તીર્થકરોમાં નેમિનાથ પછી વધુ ફાગુકાવ્યો પાર્શ્વનાથ વિશે લખાયાં છે. તે પછી આદિનાથ અને શાન્તિનાથ વિશે ફગુકાવ્યો લખાયાં છે. આશ્ચર્યની વાત એ છે કે શ્રી મહાવીર સ્વામીના જીવન વિશે ઘણી બધી વિગતો મળે છે છતાં તેમના વિશે એક પણ ફાગુકાવ્ય લખાયું હોય એવું જાણવા મળતું નથી. બંભણવાડા તીર્થના શ્રી મહાવીર સ્વામી વિશે ફાગુકાવ્ય લખાયું છે, પણ એ તો તીર્થનો મહિમા ગાતું કાવ્ય છે. મહાવીર સ્વામીના જીવનની ઘટનાઓ ફાગુકાવ્ય માટે અનુકૂળ નહિ હોય એમ માનવું રહ્યું. જોકે એમને વિશે સ્તવનાદિ પ્રકારનાં અનેક કાવ્યો લખાયાં છે એ પણ નોંધવું જોઈએ.
ભગવાન ઋષભદેવ વિશે બે ફાગુકાવ્ય પ્રાપ્ત થાય છે: (૧) લીંબોકૃત ઋષભદેવ ફાગ' અને (૨) ભટ્ટારક જ્ઞાનભૂષણ કૃત ‘આદિનાથ ફાગ'. બંનેમાં ઋષભદેવ ભગવાનના જીવનની વિગતો વર્ણવાઈ છે. બંને કાવ્યો સોળમા સૈકામાં રચાયાં છે. એમાં દિગંબર પરંપરાના કવિ જ્ઞાનભૂષણે સંસ્કૃત શ્લોક અને ગુજરાતી કડી એમ સાથે મળીને પાંચસોથી અધિક કડીમાં કાવ્યની રચના કરી છે, જેમાં ગુજરાતી કડીઓની સંખ્યા ૨૬૨ જેટલી છે. કવિ લીંબોની રચના ર૭ કડી જેટલી છે, પરંતુ એમાં કવિએ વસંતવર્ણનને મહત્ત્વ આપ્યું છે. ભટ્ટારક જ્ઞાનભૂષણનું કાવ્ય પ્રભાવશાળી છે, પરંતુ તે મુખ્યત્વે ચરિત્રના પ્રકારનું છે.
ભગવાન શાન્તિનાથ વિશે બે શગુકૃતિઓ ઉપલબ્ધ છે: (૧) ભટ્ટારક સકલકીર્તિ કૃત “શાન્તિનાથ ફાગ' અને (૨) રત્નવિજયકૃત “શાન્તિનાથ ફાગ'. આ બંને ફાગુકાવ્યમાં સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાનના કેટલાક જીવનપ્રસંગો વર્ણવાયા છે.
પાર્શ્વનાથ ભગવાન વિશે સોળમા સૈકામાં લખાયેલાં બે ફાગુકાવ્યો ઉપલબ્ધ છેઃ (૧) સોમકીર્તિકૃત પાર્શ્વનાથ વસંતવિલાસ' અને (૨) પદ્મમંદિર કૃત “પાર્શ્વનાથ ફગ.” સોમકીર્તિએ ૮૨ કડીના પોતાના શગુકાવ્યમાં પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભવનું પણ વર્ણન કર્યું છે.
બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામી વિશે વિક્રમના સત્તરમા સૈકામાં લખાયેલા કવિ કલ્યાણકૃત વાસુપૂજ્ય મનોરમ ફાગ' પ્રમાણમાં સુદીર્ઘ છે. ૨૧ ઢાલમાં એની રચના થયેલી છે. એટલે તે લઘુ રામકૃતિ જેવી રચના બની ગઈ છે. પરંતુ કવિએ એમાં કેટલીક ઢાલ “ફાગુબંધમાં પ્રયોજી છે. કવિએ પોતે જ પોતાની કૃતિને એકથી વધુ વાર ફાગુ' તરીકે ઓળખાવી છે. આ ફાગુમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર, પૂર્વભવ સહિત નિરુપાયું છે.
તીર્થકરો વિશે મળતી બીજી બે નાની કૃતિઓ તે ન્યાયસાગરકૃત સુજાત
ગુકાવ્યની વિકાસરેખા ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org