________________
લખાય તે સમજી શકાય એમ છે.
અત્યાર સુધીમાં તેર જેટલાં ફાગકાવ્યો તીર્થ વિશે લખાયેલાં મળી આવ્યાં છે. આ તીર્થોમાં “રાવણિ પાર્શ્વનાથ' વિશે ચાર ફાગુકાવ્યો લખાયાં છે. તદુપરાંત રાણકપુરનું તીર્થ પણ ઘણું મહત્ત્વનું છે. એ વિશે તથા ચિતોડના આદિનાથ, બંભણવાડાના મહાવીર સ્વામી, જાલોરના પાર્શ્વનાથ, જીરાવલાના પાર્શ્વનાથ તથા શંખેશ્વર પાર્શ્વનાથ વિશે ફાગુકાવ્યો લખાયાં છે. જૈન તીર્થોમાં આજે પણ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થો વધુ છે. એટલે ફાગુકાવ્યોમાં પણ આઠ જેટલાં ફાગુકાવ્યો પાર્શ્વનાથ ભગવાનના તીર્થ વિશે લખાયાં છે. તીર્થ વિશેનાં આ ફાગુકાવ્યોમાં સોમસુંદરસૂરિકત રંગસાગર પાર્થ તીર્થકર ફાગ', અજ્ઞાત કવિકૃત “રાણકપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ', પ્રસન્નચંદ્રસૂરિકૃત “રાવણિ પાર્શ્વનાથ ફાગ', મેરુનંદનકૃત “જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગ', હર્ષકુંકૃત “રાવણ પાર્શ્વનાથ ફાગ', શિવસુંદરકૃત “ચિતોડ આદિનાથ ફાગ', વગેરે કાવ્યકૃતિ તરીકે મહત્ત્વનાં છે. કવિ ખેમરાજે ચૈત્યપરિપાટીના પ્રકારનું ફાગુકાવ્ય લખ્યું છે, જેમાં સંઘ માત્ર કોઈ એક તીર્થની નહિ, પણ ઘણાં તીર્થોની યાત્રા કરવા નીકળતો હોય છે. કવિ સમરે અષ્ટાપદ તીર્થ વિશે એનો માત્ર મહિમા દર્શાવતું કાવ્ય લખ્યું છે, કારણ કે એ તીર્થ લુપ્ત થઈ ગયેલું છે.
| તીર્થયાત્રા પ્રસંગે વસંતઋતુનું લાક્ષણિક નિરૂપણ ઘણાંખરાં ફાગુકાવ્યોમાં થયું છે. એમાં કેટલુંક નિરૂપણ પરંપરાનુસારી છે. તીર્થનો મહિમા અને પ્રતિમાજીની ભવ્યતા પણ આ કાવ્યોમાં વર્ણવાઈ છે. આ બધાં ફાગુકાવ્યોમાં સોમસુંદરસૂરિકૃત રંગસાગર પાર્થ તીર્થકર ફાગ’, અજ્ઞાત કવિકૃત “રાણપુર મંડન ચતુર્મુખ આદિનાથ ફાગ અને પ્રસન્નચંદ્રસૂરિકૃત ‘રાંવણિ પાર્શ્વનાથ ફાગ' કાવ્યકૃતિ તરીકે ચડિયાતાં
તીર્થંકરો વિશે ફાગુકાવ્યો
જૈનોમાં તીર્થંકર પરમાત્માના જીવનચરિત્રનો મહિમા અપરંપાર છે. એટલે સૌથી વધુ ફાગુકાવ્યો તીર્થંકરો વિશે લખાય એ સ્વાભાવિક છે. એમાં પણ નેમિનાથ ભગવાનનાં જીવનમાં વાગ્દત્તા રાજુલ સાથેના લગ્નનો, સંયમમાં પરિણમતો પ્રસંગ બહુ કવિપ્રિય બન્યો છે.
જેનોમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોમાં પાંચ તીર્થકરો મુખ્ય ગણાય છે, જેમના જીવન વિશે વધુ માહિતી ઉપલબ્ધ છે. આ પાંચ તીર્થકરો છે : ૧. ઋષભદેવ અથવા આદિનાથ, ૨. શાન્તિનાથ, ૩. નેમિનાથ, ૪. પાર્શ્વનાથ, ૫. મહાવીર સ્વામી.
૨૪ર સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org