________________
અજૈન કવિએ લખેલું હોય તેમ જણાય છે. એમાં કજોડાંનો વિષય લેવાયો છે. નાયિકા રસિક અને ચતુર છે અને પતિ નિઃસત્વ અને અરસિક છે. એથી બંને વચ્ચે દેહસંબંધ થતો નથી. કાવ્યમાં નાયિકા પોતાની મનોવેદના સખીઓ આગળ વ્યક્ત કરે છે. પરંતુ સખી એને સાંત્વન આપે છે. એથી નાયિકા વ્યભિચાર તરફ વળતી નથી. આથી કાવ્ય વિકૃત બનતાં અટકી ગયું છે. માતૃકા ફાગની રચના કોઈ જૈન કવિએ કરેલી છે. એમાં ૩૧ કડી છે. માતૃકા અથતુ એક પછી એક વર્ણાક્ષરથી શરૂ થતી પંક્તિમાં રચના થયેલી હોવાથી એનું નામ “માતૃકા ફાગ રખાયું છે. મધ્યકાલમાં આવી માતૃકાના પ્રકારની કેટલીક કૃતિ લખાઈ છે, પરંતુ એમાં ફાગુના પ્રકારની આ એક જ કૃતિ ઉપલબ્ધ છે. એમાં કવિએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોના પાલન વિશે તથા અઢાર પ્રકારનાં પાપોથી બચવા વિશે ઉપદેશ વણી લીધો છે. કવિની કેટલીક સચોટ પંક્તિઓ મુક્તક જેવી કે સુભાષિત જેવી બની છે.
જીતચંદ્રકૃત ‘ભાસ ફાગુણી’ એક લઘુ ફાગુકૃતિ છે. ફક્ત છ કડીની આ રચના સ્તુતિના પ્રકારની છે. કોઈ અજ્ઞાત કવિએ ગણપતિ ફાગુ' નામના એક ફાગુકાવ્યની રચના કરેલી છે જે અશ્લીલ છે. ખાનગીમાં ગવાતાં અશ્લીલ ફાગુકાવ્યો તો અનેક હશે, પણ આ ફાગુકાવ્યને હસ્તપ્રતમાં સ્થાન મળ્યું છે એ આશ્ચર્યજનક છે. આ અપ્રકાશિત ફાગુકાવ્ય પ્રકાશિત થવાને પાત્ર નથી.
મધ્યકાળમાં જે પ્રકીર્ણ પ્રકારનાં ફાગુકાવ્યો મળે છે તે સાધારણ કક્ષાનાં છે. સંસ્કૃત ભાષામાં ફાગુકાવ્યો
ફાગુનો કાવ્યપ્રકાર જૂની ગુજરાતી ભાષાનો છે, પણ તે ત્યારે એટલો બધો લોકપ્રિય નીવડ્યો હતો કે એનું સંસ્કૃત ભાષામાં અવતરણ કરવાનું મન જૈન સાધુ પંડિત કવિઓને થયું હતું. આવી રીતે સંસ્કૃત ભાષામાં રચાયેલાં કેટલાંક ફાગુકાવ્યો અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયાં છે, પરંતુ હજુ વધુ સંસ્કૃત ફાગુકાવ્યો હસ્તપ્રતોના ભંડારમાંથી ઉપલબ્ધ થવાનો સંભવ છે. ઉપલબ્ધ થયેલી પાંચ ફાગુકૃતિઓ નીચે પ્રમાણે છે: ૧. આનંદમાણિક્ય કૃત બનવખંડા પાર્શ્વનાથ સ્તવન’ ૨. હીરવિજયસૂરિકૃત નાભેય સ્તવન', ૩. સકલચંદ્ર ગણિકૃત “શ્રી સીમંધરજિન સ્તવન', ૪. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “નાભે જિનસ્તવન', ૫. જયસુંદરસૂરિકૃત “મહાવીર સ્તવન ફાગુબંધ.
આ ફાગુકાવ્યોનાં નામ જોતાં સ્પષ્ટ જણાય છે કે તે સંસ્કૃતમાં સ્તવનના પ્રકારની રચના છે. આ રચનાઓ તીર્થકર ભગવાન વિશે થયેલી છે. એ આંતરયમકવાળા ફાગુબંધમાં લખાયેલી છે એટલે જ તે ફાગુકાવ્ય તરીકે ઓળખાય છે.
૨૫) સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org