________________
શ્લેષાદિ અર્થાલંકારો વડે આપતી આ કૃતિ સ્થૂલિભદ્ર વિશેનાં કાવ્યોમાં જુદી જ ભાત પાડે છે.
આ સત્તરમા સૈકાના પૂર્વાર્ધમાં કવિ માલદેવમુનિએ રચેલા “સ્થલિભદ્ર ફાગમાં સ્થૂલિભદ્રના જીવનવૃત્તાન્તનું નિરૂપણ એક જ દેશીની ૧૦૭ કડીમાં કરવામાં આવ્યું છે. આ કૃતિ #ગુકાવ્ય કરતાં લઘુ રાસકૃતિ જેવી બની છે, પરંતુ એમાં છંદવૈવિધ્ય કે ઢાળવૈવિધ્ય નથી. કવિએ સ્થૂલિભદ્ર અને કોશાના સંબંધ પૂર્વેની ઘટનાઓ પણ નિરૂપી છે અને એ પછીની ઘટનાઓ જેવી કે ગુરુ ભદ્રબાહુ સ્વામી પાસે દસ પૂર્વનો અભ્યાસ કર્યા પછી સ્થૂલિભદ્રે પોતાની બહેનો આગળ બતાવેલો ચમત્કાર અને તે પછી તે માટે ગુરુ મહારાજ પાસે માગેલી ક્ષમા ઈત્યાદિ ઘટનાઓ પણ વર્ણવી છે. સુભાષિતોથી મંડિત કવિ માલદેવની આ ફાગુકૃતિ એ વિષયના ફાગુકાવ્યોમાં જુદી જ ભાત પાડે છે.
આમ પંદરમા શતકના આરંભની બે અને બે સત્તરમા શતકના પૂર્વાર્ધની એમ ચાર ફાગુકૃતિઓ સ્થૂલિભદ્ર વિશે આપણને સાંપડે છે અને તે પ્રત્યેકમાં પોતાની આગવી લાક્ષણિકતા રહેલી છે. એમાં ફાગુના કાવ્યપ્રકારનો વિકાસક્રમ પણ નિહાળી શકાય છે. વસંત-શૃંગારનાં ફાગુકાવ્યો
વિક્રમના પંદરમા શતકમાં એટલે કે ફાગુકાવ્યના આરંભના કાળમાં જ એની બે મુખ્ય પરંપરા જોવા મળે છે. એકમાં કોઈ કથાનકનું આલંબન લઈને વસંતઋતુ અને શૃંગારરસનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને બીજીમાં કોઈ કથાનકના આલંબન વિના, સામાન્ય નાયક-નાયિકાના પ્રસંગોરૂપે વસંતઋતુ અને શૃંગારરસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજી પરંપરાનાં ફાગુકાવ્યોમાં સુપ્રસિદ્ધ ‘વસંતવિલાસ' નામના કાવ્યનો સમાવેશ થાય છે. આવાં ફાગુકાવ્યો ધાર્મિક કે આધ્યાત્મિક પ્રકારનાં નહિ, પણ લૌકિક, ભૌતિક રસનો આસ્વાદ કરાવનારાં છે. “વસંતવિલાસ' ઉપરાંત બીજાં કેટલાંક ફાગુકાવ્યો આ કોટિમાં આવે છે. આ કાવ્યોમાં આરંભમાં, વચ્ચે કે અંતે સંયમ, વૈરાગ્ય, ઉપશમની કશી વાત આવતી નથી. અન્ય પ્રચલિત કાવ્યોની જેમ જ એમાં વર્ણનો, ઉપમાદિ અલંકારો, વિશિષ્ટ ઉક્તિઓ, શૃંગારાદિનું રસનિરૂપણ વગેરે જોવા મળે છે.
ફાગુકાવ્ય હોવાથી આ કાવ્યોમાં વસંતઋતુનું આગમન, ખીલેલી વનસ્પતિ, મદનરાજનું આક્રમણ, વિરહિણીઓની વ્યથા, નાયક-નાયિકાનું સુભગ, સુખદ મિલન વગેરે તેમાં સુપેરે વર્ણવાય છે. કોઈ અજ્ઞાત કવિકૃત ૮૪ કડીના આ સુવિખ્યાત વસંતવિલાસ' નામના ફાગુકાવ્યમાં દુહાની પંક્તિઓમાં કવિએ જે સચોટ, મનોહર
ફાગુકાવ્યની વિકાસરેખા - ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org