________________
નિરૂપણ કર્યું છે એથી અનેક કાવ્યરસિકોનું તથા વિવેચકોનું ધ્યાન ખેંચાયું છે. એમાં થયેલી આંતરયામકની સુચારુ સંકલનાને લીધે એની સચોટતા, માર્મિકતા, મધુરતા, ભાવકતા હૃદયને સહજ રીતે આકર્ષી લે છે. કદલીગૃહ, તલીયા તોરણ, વંદરવાલ, ચંદન ભરેલાં કચોળાં, મલયસમીર ઈત્યાદિ ઉદ્દીપન વિભાવની સામગ્રી, વનનગરનું રૂપક, નાયિકાની વિરહવેદના, વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ, ઉàક્ષાદિ અલંકારો, નાયિકાની ઉપાલંભરૂપ અન્યોક્તિ વગેરે વડે એક સુશ્લિષ્ટ અને સાર્ધત આસ્વાદ્ય બનેલી એવી હૃદયંગમ કાવ્યકતિ તરીકે ‘વસંતવિલાસ' માત્ર ફાગુકાવ્યોમાં જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.
‘વસંતવિલાસ' જેવું જ ‘વસંતવિલાસ' નામનું બીજું એક ફુગુકાવ્ય મળે છે જેના કર્તા છે સોની રામ અર્થાત્ રામ નામના સોની. બાવન કડીના આ કાવ્યમાં કવિએ પતિ બહારગામ જતાં ઉત્કટ વિરહવ્યથા અનુભવતી, વિલાપ કરતી નાયિકાનું મનોરમ શબ્દચિત્ર દોર્યું છે. વિરહની વ્યાકુળતામાં નાયિકાના મુખમાં કવિએ મૂકેલાં દૃષ્ટાન્તો સચોટ છે. કાવ્યમાં અંતે નાયક-નાયિકાનું મિલન સંક્ષેપમાં વર્ણવાયું છે. વસંતશૃંગારનું નિરૂપણ કરતી બીજી જે કેટલીક કૃતિઓ મળે છે તે મધ્યમકક્ષાની છે. દુહાની સોળ કડીમાં રચાયેલું ગુણચંદ્રસૂરિકત ‘વસંત ફાગુ' વસ્તુતઃ ગુણચંદ્રસૂરિનું છે કે કોઈ અજૈન કવિનું છે તે નિશ્ચિત નથી. કવિએ વિરહિણી યુવતીઓની વિરહવેદનાનું માર્મિક નિરૂપણ તેમાં કર્યું છે. વસ્ત્રાલંકારના વર્ણનમાં કવિએ ગુજરાત, મહારાષ્ટ્ર, સોરઠની લાક્ષણિકતાઓ દર્શાવી છે. કાવ્યની કેટલીક પંક્તિઓ પર અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસની છાયા વરતાય છે. આ ઉપરાંત કોઈ અજ્ઞાત કવિએ રચેલા ત્રીસ કડીના ‘કામીજન વિશ્રામ તરંગ ગીતમાં વસંતાગમન, વસંતમાં ખીલતી વનસ્પતિઓ, ભ્રમરને ઉપાલંભ, વિરહિણીની વેદના, પ્રેમિલનનો આનંદ વગેરેનું નિરૂપણ થયું છે.
- વિક્રમના સોળમા સૈકામાં અન્ય કોઈ અજ્ઞાત કવિએ “ચુપઇ ફાગુ'ની રચના કરી છે. આ કાવ્યની લાક્ષણિકતા એ છે કે ૬૦ કડીનું આખું કાવ્ય ક્ષગુબંધમાં નહિ પણ ચોપાઈ છંદમાં લખાયું છે. એમાં કોઈ કથાનક લેવાયું નથી. એમાં વસંતવર્ણન, વનક્રીડાવર્ણન, વસ્ત્રાલંકારવર્ણન ઇત્યાદિનું નિરૂપણ થયું છે. આ કાવ્યની બીજી એક લાક્ષણિકતા એ છે કે તે ફાગુકાવ્ય અને બારમાસી કાવ્યના મિશ્રણ જેવું કાવ્ય બન્યું છે.
વિક્રમના સોળમા સૈકામાં કોઈ અજ્ઞાત કવિએ રચેલી કૃતિ વિરહ દેસાઉરી ફાગુ'માં એનું શીર્ષક દર્શાવે છે તે પ્રમાણે પ્રિયતમ દેશાવર જવાને કારણે વિરહપીડા અનુભવતી નાયિકાની ભિન્નભિન્ન અવસ્થાઓનું સરસ નિરૂપણ થયું છે. પતિ
૨૪૦ ૪ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org