________________
વિશેષ આનંદની વાત એ છે કે અત્યાર સુધીમાં મળતાં સૌથી પ્રાચીન ફાગુકાવ્યોમાં શ્રી જિનપદ્રસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગ પણ છે. એટલે સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં પણ આ પ્રથમ ફાગુકાવ્ય છે. વિક્રમના ચૌદમા સૈકાના અંત ભાગમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ સાત ભાસની ૨૭ કડીમાં કરી છે. પ્રત્યેક ભાસમાં એક કડી દુહાની અને ત્યાર પછી થોડીક કડીઓ રોળા છંદની છે.
આ ફાગુકાવ્યમાં શૃંગારરસના નિરૂપણ માટે વસંતઋતુ નહિ પણ વર્ષાઋતુનું વર્ણન કરાયું છે, કારણ કે મુનિ સ્થૂલિભદ્ર અષાઢી ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધારે છે. કવિની રચના રવાનુકારી શબ્દોથી, મનોહર ચિત્રોથી અને પ્રભાવશાળી સંવાદોથી ઉત્તમ કોટિની કાવ્યકૃતિ બની છે.
સ્થૂલિભદ્ર વિશેનાં શગુકાવ્યોમાં એક વિશિષ્ટતા એ જોવા મળે છે કે ઉત્તરોત્તર લખાયેલી કૃતિઓ સુદીર્ઘ બનતી ગઈ છે. જિનપસૂરિની કૃતિ ૨૭ કડીની છે, કવિ હલરાજની કૃતિ ૩૭ કડીની છે, જયવંતસૂરિની કૃતિ ૪૫ કડીની છે અને માલદેવની કૃતિ ૧૦૭ કડીની છે.
કવિ હલરાજે પોતાની કૃતિની રચના વિ. સં. ૧૪૦૯માં કરી છે એટલે કે જિનપદ્મસૂરિની કૃતિની રચના થયા પછી તરતના કાળમાં જ એની રચના થઈ છે. એટલે જ જિનપદ્રસૂરિની કૃતિની જેમ આ કૃતિ પણ ભાસમાં – દુહા અને રોળાની કડીઓમાં – લખાયેલી છે. એમાં કથાનકની થોડીક વધુ વિગતો આલેખાઈ છે. મદનરાજ અને યૂલિભદ્ર વચ્ચેના યુદ્ધનું અને સ્થૂલિભદ્રના થયેલા વિજયના ચિત્રનું સચોટ નિરૂપણ એમાં થયું છે.
જિનપદ્મસૂરિના અને હલરાજના સ્થલિભદ્ર વિશેના ફાગકાવ્ય પછી, આશ્ચર્યની વાત છે કે બે સૈકા સુધી સ્થૂલિભદ્ર વિશે કોઈ ફાગુકાવ્ય લખાયું હોય એવું જાણવા મળતું નથી. નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યોનું જેવું સાતત્ય રહ્યું છે તેવું સ્થૂલિભદ્રના કથાનક વિશે રહ્યું નથી. ત્યાર પછી વિક્રમના સત્તરમા શતકમાં સમર્થ કવિ જયવંતસૂરિએ “સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ' નામની ૪૫ કડીની રચના કરી છે. પરંતુ આ ફાગકાવ્યની વિશિષ્ટતા એ છે કે એમાં પ્રથમ કડીમાં નિર્દેશ કર્યા પછી ૪૧ કડી સુધી કવિએ સ્થૂલિભદ્ર કે કોશાનો કશો નિર્દેશ કર્યા નથી. કવિનો આશય કોઈ નાયક-નાયિકાના પ્રેમ અને વિરહનું કાવ્યોચિત નિરૂપણ કરવાનો હોય એમ જણાય છે. એટલે જ એમણે વર્ષાઋતુનું નહિ, પણ નાયિકાની વિરહવેદના નિમિત્તે વસંતઋતુનું આલેખન કરી ફાગુકાવ્યના નામને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. એમાં ધાર્મિક કે સાંપ્રદાયિક પ્રભાવ પડ્યો ન હોવાથી સૌ કોઈ માટે આ કાવ્ય સરખું આસ્વાદ્ય બન્યું છે. વર્ણસગાઈ, આંતરયમકદિ શબ્દાલાકારો અને ઉપમારુપક
ર૩૮ માં સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org