________________
કવિએ સુગેય વૃંદગીત જેવું બનાવ્યું છે. આ શતકમાં કવિશ્રી કેશવે ઢાલ અને દુહાની ૧૧૫ કડીની નેમિનાથ ફાગુ' નામની રચના કરી છે જે લઘુ રામકૃતિ જેવી બની છે. કવિએ નેમિપુરાણના આધારે અતિમુક્ત મુનિની જે ઘટના વર્ણવી છે તે અન્ય ફાગુ કૃતિઓમાં જોવા મળતી નથી. આ કાવ્ય કથાકાવ્ય બની જતું હોવા છતાં નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યમાં તે એક નોંધપાત્ર કાવ્ય છે.
નેમિનાથ વિશે સમુધર, કાન્ત, ધનદેવ, સમર, પદ્મ, ડુંગર, અતિશેખર, ઈન્ડસૌભાગ્ય, ગસાગર, પુણ્યરત્ન, મહિમામેરુ, કલ્યાણકમલ, લબ્ધિવિજય. લબ્ધિકલ્લોલ, જિનસમુદ્ર, હર્ષરત્ન, જયનિધાન, ઉત્તમસાગર, રત્નકીર્તિ, કેટલીક મધ્યમ કે સામાન્ય કક્ષાની છે. આમ છતાં આપણાં ફાગુસાહિત્યમાં કેટલાંક ઉત્તમ ફાગુકાવ્યોની રચના નેમિનાથ વિશે થયેલી જોવા મળે છે. ફક્ત નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યોનું અધ્યયન કરવામાં આવે તોપણ ફાગુકાવ્યના પ્રકારનો વિકાસ કેવી રીતે થતો ગયો તે તેમાંથી જોવા મળે છે. સ્થૂલિભદ્ર વિશે ફગુકાવ્યો
નેમિનાથના વૃત્તાન્ત વિશે સૌથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે. એ પછી સંખ્યા, અને ગુણવત્તાની દૃષ્ટિએ સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યો આવે છે. સ્થૂલિભદ્રના કથાનકમાં શૃંગારરસના અને સાથે શાન્તરસના નિરૂપણ માટે સારો અવકાશ છે.
સ્થૂલિભદ્ર જૈનોમાં પ્રાતઃ સ્મરણીય ગણાય છે. પોતાની પૂર્વ સમયની પ્રિયતમા ગણિકા કોશાને ત્યાં, દીક્ષિત થયેલા મુનિ યૂલિભદ્ર, ગુરુ મહારાજની આજ્ઞા લઈ ચાતુર્માસ માટે પધારે છે ત્યારે કોશાની પ્રણયચેષ્ટાઓ હોવા છતાં સ્થૂલિભદ્ર કામવિજેતા રહે છે અને કોશાને પણ ધર્મબોધ પમાડી સંયમને માર્ગે વાળે છે એ ઘટના અદ્દભુત છે.
સ્થૂલિભદ્રના કથાનકમાં રસનિરૂપણ માટે ઠીક ઠીક અવકાશ હોવાથી એ વિશે સુદીર્ઘ રાસકૃતિઓની રચના પણ થઈ છે અને પ્રકીર્ણ લઘુકૃતિઓની રચના પણ થઈ છે. સ્થૂલિભદ્ર વિશે લખાયેલી ચાર જેટલી ફાગુકૃતિઓ હાલ ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં વધુ કૃતિઓ ભંડારોમાંથી મળી આવવાનો સંભવ છે. જે ચાર કૃતિ હાલ આપણને સાંપડે છે તે કાવ્યની દષ્ટિએ પણ સમર્થ છે. આ ચાર ફાગુકૃતિઓ નીચે મુજબ છે
૧. જિનપદ્રસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગ' ૨. હલરાજકૃત “સ્થૂલિભદ્ર ફાગુ' ૩. જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ' ૪. માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગ”
ગુકાવ્યની વિકાસરેખા ૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org