________________
છે તેવું આ વિષયની અન્ય ફાગુકૃતિઓમાં બહુ ઓછું જોવા મળે છે. રાજુલ પોતાના પૂર્વના અશુભ કર્મના ઉદયને કારણે આવી પડેલા દુ:ખ વખતે જે આત્મચિંતન કરે છે એમાં જૈનોની ‘આલોયણા' આવી જાય છે. એ રીતે આ ફાગુકાવ્ય અન્ય ફાગુકાવ્યો કરતાં કેટલીક વૈયક્તિક લાક્ષણિકતા ધરાવે છે.
તપગચ્છના કવિ ગુણવિજયે વિક્રમના સત્તરમા શતકમાં, વિ. સં. ૧૬૮૧માં નેમિજિન ફાગની રચના કરી છે. આ કાવ્યની એક લાક્ષણિકતા એ છે કે ગિરનાર પર્વત કે જ્યાં નેમિનાથ અને રાજુલ દીક્ષા લઈ વિચર્યા હતાં, કેવળજ્ઞાન પામ્યાં હતાં અને નિર્વાણ પામ્યાં હતાં ત્યાંના એ પવિત્ર વાતાવરણમાં જાતે રહીને, એમાંથી પ્રેરણા મેળવીને, કવિએ ત્યાં જ આ કાવ્ય લખ્યું છે. આ ફાગુકાવ્યમાં કવિએ નેમિ-રાજુલના જીવનના પ્રસંગોનું તાદશ અને ભાવવાહી આલેખન કર્યું. આ એક મહત્ત્વની ફાગકૃતિ
દિગંબર પરંપરાના કવિ શ્રી વિદ્યાભૂષણે વિક્રમના સત્તરમા શતકમાં નેમીશ્વર ફાગ' નામનું ફાગુકાવ્ય લખ્યું છે. કાવ્યની રચના સંસ્કૃત શ્લોકમિશ્રિત ગુજરાતી કડીઓમાં કરવામાં આવી છે. સંસ્કૃત શ્લોકો પણ કાવ્યનું જ એક અંગ હોવાથી કાવ્યાસ્વાદના સાતત્ય માટે સંસ્કૃત શ્લોકોનું સમજણપૂર્વકનું પઠન અનિવાર્ય બને છે. કવિએ નેમિનાથના પૂર્વ ભવોનું પણ આરંભમાં વર્ણન કર્યું છે. આ ફાગુકાવ્ય ચરિત્રકાવ્ય જેવું બની ગયું છે, પરંતુ કવિતાની દૃષ્ટિએ તે એક સમર્થ કૃતિ છે.
તપગચ્છના સુપ્રસિદ્ધ કવિ, લોકપ્રકાશ', પુણ્યપ્રકાશનું સ્તવન’, ‘શ્રીપાળ રાજાનો રાસ', જેવી કૃતિઓના કર્તા શ્રી વિનયવિજયજીએ નેમિનાથ ભ્રમરગીતા' નામની ૩૯ કડીની કૃતિની રચના કરી છે. એમાં વસંતઋતુ કે વનક્રીડાનું વર્ણન નથી, પણ ભ્રમરગીતાની શૈલીએ રાજુલની વિરહવ્યાકુળતાના વર્ણનમાં વિપ્રલંભ શૃંગારરસનું નિરૂપણ થયું છે.
વિક્રમના સત્તરમા શતકમાં તપગચ્છના કવિ શ્રી હેમવિજયે “રંગતરંગ ફાગુ' નામની સંસ્કૃત શ્લોક સહિતની રચનામાં, ત્રણ ખંડની ૧૫ર કડીમાં નેમિનાથના કથાનકના નિરૂપણમાં એમના જન્મ વખતે માતાને આવતાં ચૌદ સ્વપ્નનું અને બાલ નેમિકુમારનું પણ સરસ વર્ણન કર્યું છે. એમણે રત્નમંડન ગણિના “રંગસાગર ફાગનું અનુસરણ કરેલું જણાય છે, તોપણ એમની પોતાની મૌલિકતાની સહજ પ્રતીતિ થાય છે. નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યોમાંનું આ પણ એક નોંધપાત્ર ફાગુકાવ્ય છે.
વિક્રમના અઢારમા શતકમાં ખરતરગચ્છના કવિ રાજહર્ષે ત્રીસ કડીના પોતાના ફાગુકાવ્યમાં નેમિનાથના સમગ્ર જીવનનું નહિ, પણ નેમિનાથને ફાગ રમવા લઈ જવામાં આવે છે એ એક મુખ્ય પ્રસંગનું આલેખન કર્યું છે. આ ફાગુકાવ્યને
૨૩૬ પર સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org