________________
અને નેમિનાથને સંભાર્યા છે, પરંતુ સમગ્ર કાવ્યમાં એમણે નારીનાં અંગાંગોમાં રહેલી વિરૂપતા વર્ણવી છે. યુવાનોને, વિશેષતઃ યુવાન સાધુઓને નારીથી વિમુખ રહેવાની એમાં ભલામણ છે. (એ દૃષ્ટિએ આ કાવ્યને બોધાત્મક આધ્યાત્મિક ફાગુકાવ્યના પ્રકારમાં પણ ગણાવી શકાય) બંને ફાગુકાવ્યોમાં કવિની કવિત્વશક્તિની સાથે એના પાંડિત્યનો પણ સરસ પરિચય થાય છે.
વિક્રમના પંદરમા શતકમાં થઈ ગયેલા, અચલગચ્છના મહાન આચાર્ય અને મહાકવિ શ્રી માણિકસુંદરસૂરિએ ૯૧ કડીમાં ‘નેમીશ્વરચરિત ફાગની રચના કરી છે. રાસફાગુ, અઢયુ, આયો વગેરે છંદોમાં કડીઓની રચના ઉપરાંત કાવ્યમાં શિખરિણી વગેરે છંદોમાં સંસ્કૃત શ્લોકોની પણ રચના છે. કવિ માણિક્યસુંદરસૂરિના આ ફાગુકાવ્યમાં નેમિનાથ ભગવાનના પૂર્વ ભવના વૃત્તાન્તના નિર્દેશ સાથે એમના બાળપણથી નિર્વાણ સુધીના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. નેમિનાથ ભગવાનનું આત્મચિંતન એ આ કાવ્યની એક વિશિષ્ટતા છે. કવિની રસિકતાનો અને એમના પાંડિત્યનો પરિચય આ ફાગુકાવ્યમાંથી મળી રહે છે.
વિક્રમના પંદરમા શતકના કવિ ધર્મસુંદર વિ. સં. ૧૪૯૪માં રચેલા ૧૭૨ કડીના ફાગુકાવ્યમાં નેમિનાથના બાલ્યકાળનાં પરાક્રમોનું પણ વર્ણન કર્યું છે અને રાજુલ સાથેના વિવાહના પ્રસંગોનું પણ વર્ણન કર્યું છે. કવિએ સંસ્કૃત અને ગુજરાતી એમ વારાફરતી બે ભાષામાં આ કૃતિ રચી છે, પરંતુ ફક્ત ગુજરાતીમાં કે ફક્ત સંસ્કૃતમાં કૃતિ વાંચીએ તોપણ તેમાં સાતત્ય જળવાઈ રહે છે અને તે સળંગ આસ્વાદ્ય બની છે. નેમિનાથ વિશેની આ પણ એક શ્રેષ્ઠ કૃતિ છે. વિક્રમના સોળમા શતકમાં કોઈ અજ્ઞાત કવિએ “વસંતશૃંગાર ફાગુ' નામની રચના કરી છે, જે વસ્તુત: નેમિનાથ વિશેનું જ ફાગુકાવ્ય છે. કવિએ કથાનકનું આલંબન લઈ તથા સંયમ-ઉપશમને લક્ષમાં રાખીને પણ વસંતઋતુનું અને વાસત્તિક ક્રીડાઓનું મનોરમ આલેખન કર્યું છે. એમણે આંતરયમકયુક્ત કેટલીક પંક્તિઓમાં ગ્લેષાલંકાર પણ ગૂંથી લીધો છે. નેમિનાથ વિશેનું આ પણ એક ઉત્તમ નોંધપાત્ર ફાગુકાવ્ય છે.
વિક્રમના સોળમા શતકમાં ધનદેવગણિએ સુરંગાભિધ નેમિ ફાગમાં નેમિનાથ ભગવાનના જીવનવૃત્તાન્તનું નિરૂપણ કર્યું છે. તે ફાગુકાવ્ય કરતાં કથાકાવ્ય જેવું વિશેષ લાગે છે, પરંતુ કાવ્યકૃતિ તરીકે તે ઉત્તમ પ્રકારનું છે.
વિક્રમના સોળમા શતકમાં દિગંબર મુનિ શ્રી વિરચ ૧૩૭ કડીના ‘વીર વિલાસ ફાગની રચના કરી છે, જેમાં નેમિનાથના જીવનપ્રસંગોનું સવિગત વર્ણન છે. સળંગ દુહાની કડીઓમાં રચાયેલી આ કૃતિમાં નેમિનાથની જાનના ઉતારાનું અને ઉગ્રસેન રાજાએ લગ્નોત્સવ માટે નગરમાં કરેલી તૈયારીઓનું જેવું વર્ણન થયું
ગુકાવ્યની વિકાસરેખા પર ૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org