________________
શ્રીકૃષ્ણની રાણીઓ, રાજિમતી સાથે સગપણ નક્કી થયું. રાજિમતીના દેહલાવાયનું વર્ણન, નેમિનાથની જાન, રાજિમતીની ઉત્સુકતા, નેમિનાથનું લગ્ન કર્યા વગર પાછું ફરવું, રાજિમતીની વિરહવ્યથા, નેમિનાથે સંયમ ધારણ કરવો, રાજિમતીએ પણ સંયમ ધારણ કરવો અને અંતે બંનેની મોક્ષગતિ-આ બધી ઘટનાઓનું નિરૂપણ કરવા માટે ફાગુકાવ્યની દૃષ્ટિએ કવિઓને સારો અવકાશ મળે છે. વળી કથાનકનો અંત ત્યાગ, વૈરાગ્ય, સંયમ, ઉપશમ, દીક્ષા, નિર્વાણ ઇત્યાદિમાં આવતો હોવાથી જૈન સાધુ કવિઓને એમના સંયમજીવનની દષ્ટિએ આવું કથાનક બહુ અનુકૂળ આવે એવું છે. વળી તીર્થંકર પરમાત્માનો મહિમા પણ એમાં વર્ણવી શકાય એવો અવકાશ છે. આથી જ નેમિનાથ વિશે સૌથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે.
નેમિનાથ વિશેનું આરંભના કાળનું ફાગુકાવ્ય કવિશ્રી રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગ' છે. એ કાળનાં અન્ય કેટલાંક ફાગુની જેમ તે દુહા અને રોળાની કડીઓમાં “ભાસ'માં લખાયું છે. કવિએ સમાસયુક્ત, અર્થગંભીર પ્રશિષ્ટ ભાષામાં, અનુપ્રાસાદિક શબ્દાલંકારો અને રૂપકાદિ અર્થાલંકારો સહિત, કથાનકની ઝીણી વિગતોમાં ઊતર્યા વિના, કાવ્યને સરસ ઉઠાવ આપ્યો છે.
વિક્રમના પંદરમા શતકના કવિ જયસિંહસૂરિએ નેમિનાથ વિશે બે ફાગુકાવ્યો લખ્યાં છે, ભાસમાં વિભક્ત એવી શૈલીનું એક અને બીજું દૂહાની સળંગ કડીઓવાળું એમણે વસંતઋતુનું, જલકેલિનું, રાજિમતીના દેહલાવણ્યનું કેટલુંક પરંપરાગત અને કેટલુંક મૌલિક સરસ નિરૂપણ કર્યું છે. સળંગ દુહામાં એમણે કરેલી રચના ‘વસંતવિલાસનું સ્મરણ કરાવે છે.
વિક્રમના પંદરમા સૈકામાં થઈ ગયેલા અચલગચ્છના મહાન કવિ, ‘ત્રિભુવનદીપક પ્રબંધના કર્તા શ્રી જયશેખરસૂરિએ નેમિનાથ વિશે બે ફાગુકાવ્યો લખ્યાં છે. તેઓ સિદ્ધહસ્ત કવિ છે. સંસ્કૃત, પ્રાકૃતમાં એમણે મહાકાવ્યો લખ્યાં છે. આ બંને ફાગુકાવ્યોમાં એમણે પ્રયોજેલા આંતરમકમાં એમનું શબ્દો પરનું અસાધારણ પ્રભુત્વ પ્રતીત થાય છે. પાત્રાલેખન, પ્રસંગનિરૂપણ, પ્રકૃતિવર્ણન વગેરેમાં એમની કવિત્વશક્તિ સવિશેષ ખીલી ઊઠી છે.
વિક્રમના પંદરમા શતકમાં થઈ ગયેલા કવિ રત્નમંડનગણિકૃત ‘રંગસાગર ફાગ’ અને ‘નારીનિવાસ ફાગ' એમ બે કૃતિઓ મળે છે. પંદરમા શતકમાં જ સંસ્કૃતમાં શ્લોક અને ગુજરાતીમાં કડી એવી મિશ્ર રચના ચાલુ થઈ ગઈ હતી. રંગસાગર ફાગ' શ્લોક સહિત ૧૨૦ કડીની રચના છે. એમાં નેમિનાથના જન્મથી માંડીને નિર્વાણ સુધીની ઘટનાઓનું સરસ આલેખન થયું છે. રત્નમંડનગણિનું “નારીનિરાસ ફાગ’ જુદી જ શૈલીનું કાવ્ય છે, જેમાં એમણે માત્ર છેલ્લી કડીમાં રાજુલ
૨૪ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org