________________
છે નેમિનાથ અને એમની વાગ્દત્તા રાજુલનો વિષય. આપણને આશ્ચર્ય થાય એટલી બધી ફાગુકૃતિઓ નેમિનાથ વિશે લખાઈ છે. મધ્યકાળમાં ગૂર્જર ભાષામાં આશરે દોઢસો જેટલાં નાનાંમોટાં જે ફાગુકાવ્યો લખાયાં છે એમાં પચાસેક જેટલાં તો નેમિનાથ વિશે છે. અન્ય કોઈ પણ એક વ્યક્તિ કે તીર્થ વિશે પાંચસાતથી વધુ ફાગુકાવ્યો લખાયેલાં મળતાં નથી, જ્યારે નેમિનાથ વિશે આટલાં બધાં કાવ્યો લખાયાં તે બતાવે છે કે નેમિનાથનો વિષય ફાગુકવિઓમાં કેટલો બધો પ્રિય થઈ ગયો હતો. ચાર સૈકા જેટલા સમયગાળા સુધી ફાગુકાવ્યનો પ્રકાર ખેડાતો રહ્યો. એના આરંભકાળમાં કવિ રાજશેખકૃત ‘નેમિનાથ ફાગુ' અથવા કવિ જયસોમકૃત નેમિનાથ ફાગુ' જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે અને વિક્રમના ઓગણીસમા સતકમાં લોકાગચ્છના કવિ મહાનંદે નેમિનાથ વિશે ફાગુકાવ્ય લખ્યું છે. આમ, આરંભકાળથી તે અંતકાળ સુધી નેમિનાથનો વિષય એટલો જ તાજો અને કવિપ્રિય રહેલો જોઈ શકાય છે. અન્ય જૈન કાવ્યપ્રકારોમાં પણ નેમિનાથનો વિષય અદ્યાપિ પર્યંત એવો જ રસિક રહ્યો
છે.
આ વિષયની બીજી એક લાક્ષણિકતા એ જોવા મળે છે કે જ્યસિંહસૂરિ, જયશેખ૨સૂરિ, સમયસુંદરગણિ, રત્નમંડનગણિ જેવા કેટલાક સમર્થ કવિઓએ એક નહિ પણ બે ફાગુકૃતિઓ નેમિનાથ વિશે લખેલી છે. તદુપરાંત માણિક્યસુંદર, ધર્મસુંદર, ઘનદેવગણિ, વીરચન્દ્ર, ગુણવિજય, હેમવિજય, રાજહર્ષ વગેરે ઉત્તમ કવિઓએ પણ પોતાના કવનમાં નેમિનાથના વિષયને આવરી લીધો છે. નેમિનાથ વિશે રાસ, બારમાસી, છંદ, સ્તવન વગેરે પ્રકારની કૃતિઓ પણ ઘણી લખાયેલી છે. મધ્યકાલીન ગૂર્જર સાહિત્ય પર નજર ફેરવતાં આપણે એ જોઈ શકીએ છીએ. નેમિનાથ જૈનોના ચોવીસ તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર છે. તેઓ અપરિણીત રહ્યા હતા. રાજીમતી-રાજુલ સાથે તેમની સગાઈ થઈ હતી. તેમનાં લગ્ન લેવાયાં હતાં. પોતાના લગ્નપ્રસંગે જમણવાર માટે જે પશુઓની હિંસા થવાની હતી એ જોઈ કરુણાર્ક બનેલા તેઓ લગ્નના માંડવેથી જ પાછા ફર્યા. ત્યાગવૈરાગ્યના ભાવ થતાં તેઓ ગિરનાર પર્વત ૫૨ જઈ સ્વયંદીક્ષિત થયા. રાજુલ નેમિનાથના ચાલ્યા જવાથી વ્યથિત થઈ, આકુળ-વ્યાકુળ બની ગઈ, કલ્પાંત કરવા લાગી. પરંતુ સ્વસ્થતા અને સમજણ પ્રાપ્ત થતાં નેમિનાથની પાછળ તે પણ ચાલી નીકળી. નેમિનાથ પાસે જ દીક્ષા લઈ તે સાધ્વી બની. સંયમજીવનનું ઉત્કૃષ્ટ પાલન કરી, કેવળજ્ઞાન પામી તેણે મોક્ષગતિ પ્રાપ્ત કરી. નેમિનાથ પણ નિર્વાણ પામી મોક્ષે સિધાવ્યા.
નેમિનાથના કથાનકમાં, વસંત ઋતુમાં શ્રીકૃષ્ણ અને એમની રાણીઓ સાથે નેમિકુમારનું વનમાં જવું, જલક્રીડા કરવી, નેમિનાથને પરણવા માટે સમજાવતી
ફાગુકાવ્યની વિકાસરેખા # ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org