________________
વિકાસ પામતો રહ્યો હતો. આ શતકમાં વિવિધ વિષયો પર સંખ્યાબંધ ફાગુકાવ્યો લખાયાં છે, જેમાં અલબત્ત, અગાઉની જેમ નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યો સૌથી વધુ છે. તદુપરાંત આદિનાથ, વાસુપૂજ્ય વગેરે તીર્થકરો તથા ધૂલિભદ્ર વિશે પણ ફાગુકાવ્યો લખાયાં છે. ગુરુભગવંત વિશેનાં ફાગુકાવ્યોમાં પાસાગરસૂરિ, કીર્તિરત્નસૂરિ, ધર્મમૂર્તિ વગેરે વિશે ફાગુકાવ્યો જોવા મળે છે. લોકકથા પર આધારિત મંગલકલશ ફાગની રચના આ સૈકામાં થઈ છે.
પદબંધની દૃષ્ટિએ જોઈએ તો સત્તરમા સૈકામાં પણ સાદા દુહાવાળી સળંગ રચનાનું પ્રાધાન્ય રહ્યું છે. તદુપરાંત આંતરયમકવાળા દુહાવાળી રચનાઓ તથા છંદ વૈવિધ્યવાળી રચનાઓ પણ આ સૈકામાં જોવા મળે છે. “ભાસમાં વિભક્ત હોય એવી એક ફાગુકૃતિ પણ પાછી જોવા મળે છે.
આ સૈકામાં પદના પ્રકારનાં આધ્યાત્મિક ફાગુકાવ્યો પણ લખાતાં રહ્યાં હતાં. એટલે કદની દષ્ટિએ જોઈએ તો પાંચ-દસ કડી જેટલાં નાનાં ફાગુકાવ્યો પણ લખાયાં છે અને સવાસો-દોઢસો કડી સુધીનાં વૃત્તાન્ત વિષયક ફાગુકાવ્યો પણ લખાયાં છે.
સોળમા અને સત્તરમા સૈકામાં સંવાદ, સ્વગતોક્તિ, ઉપાલંભ વગેરે લક્ષણો ફાગુકાવ્યની નિરૂપણરીતિમાં જોવા મળે છે. શૃંગાર રસના નિરૂપણ ઉપરાંત ધર્મોપદેશનું તત્ત્વ પણ આ બે સૈકામાં વૃદ્ધિ પામતું ગયું હતું એટલે શાંતરસપર્યવસાયી ફાગુકાવ્યોનું પ્રાધાન્ય રહ્યા કર્યું છે.
વિક્રમના અઢારમાં શતકના ઉત્તરાર્ધમાં ફાગકાવ્યનો પ્રવાહ મંદ પડતો જણાય છે. બદલાતી જતી સામાજિક, રાજકીય, ધાર્મિક વગેરે પ્રકારની પરિસ્થિતિને કારણે એ હોઈ શકે, પણ વિશેષ કારણ તો એ જણાય છે કે કોઈ પણ કાવ્યપ્રકાર બહુ ખેડાઈ જાય તે પછી સામાન્ય પ્રતિભાવાળા કવિઓ એના તરફ આકર્ષાતા નથી. ફાગુનો કાવ્યપ્રકાર હવે ત્રણ સૈકા જેટલો જૂનો થઈ ગયો. ભાષામાં પણ આધુનિકતાનાં લક્ષણો પ્રગટ થવા લાગ્યાં હતાં. એટલે ફાગુનો કાવ્યપ્રવાહ ક્ષીણ થવા લાગે એ સ્વાભાવિક છે.
વિષયનિરૂપણની દૃષ્ટિએ, અલબત્ત, આ સૈકા દરમિયાન સૌથી વધુ કાવ્યો, અગાઉની જેમ નેમિનાથ વિશે જ લખાયાં છે. પદબંધ અને કાવ્યના કદની દષ્ટિએ આગળના બે સૈકા જેવી જ લાક્ષણિકતા આ સૈકામાં પણ ચાલુ રહી છે.
ચૌદમા-પંદરમા શતકથી ઓગણીસમા શતક સુધીમાં રચાયેલાં ફાગુકાવ્યોની વિષયવાર વિકાસરેખાની લાક્ષણિકતાઓ શી છે તે આપણે જોઈએ. નેમિનાથ વિશે ફાગુકાવ્યો ગૂર્જર ફાગુસાહિત્યમાં જે વિષય પર સૌથી વધુ કાવ્યકૃતિઓ લખાઈ છે એ
ર૩ર : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org