________________
પાર્શ્વનાથ વિશેનાં ફાગુકાવ્યો મહત્ત્વનાં છે. પોતાના ગુરુભગવંત વિશે લખાયેલાં કાવ્યોમાં હેમરત્નસૂરિ, અમરરત્નસૂરિ, હેમવિમલસૂરિ, જિનહંસસૂરિ વગેરેને માટેનાં કાવ્યો નોંધપાત્ર છે. આ સૈકામાં વૈષ્ણવપરંપરામાં પણ ‘હરિવિલાસ' નામની એક મહત્ત્વની કૃતિની રચના થઈ છે. કેવળ શૃંગારરસનું નિરૂપણ કરતી ફાગુકૃતિઓ જેમ લખાઈ છે તેમ સામે પક્ષે નારીના નિરાસ માટેનું ફાગુકાવ્ય પણ આ સૈકામાં લખાયું છે. આ સૈકામાં ફાગુના કાવ્યપ્રકારને આધ્યાત્મિક વળાંક પણ અપાવા લાગ્યો અને રૂપકશૈલીનાં આધ્યાત્મિક ફાગુકાવ્યો પણ લખાવા લાગ્યાં. તો, બીજી બાજુ મોહિની શગ જેવાં શૃંગારરસિક ફાગુકાવ્યમાં લોકકથાનો વિષય પણ લેવાયો છે. આવા વિષયો ઉપરાંત આ ગાળામાં માતૃકા જેવા પ્રકીર્ણ વિષય પર પણ ફાગુકાવ્ય લખાયું છે. આમ, વિક્રમના સોળમાં શતકમાં વિષયનિરૂપણની દૃષ્ટિએ ફાગુકાવ્યની ક્ષિતિજ ઠીક ઠીક વિસ્તાર પામી હતી.
ફાગુના પદ્યદેહની દૃષ્ટિએ આ સોળમા શતકમાં એક નોંધવા જેવી બાબત એ છે કે દુહા અને રોળા છંદની કડીઓની બનેલી ભાસ”માં કોઈ રચના થઈ હોય એવું જાણવા મળતું નથી. સળંગ સાદા દુહામાં થઈ હોય એવી રચનાની સંખ્યા વધવા લાગી હતી. આંતરયમકવાળા દુહાની રચનાનો પ્રવાહ પણ ચાલુ રહ્યો હતો. સંસ્કૃત શ્લોક સહિતની કડીઓવાળી રચના પણ ચાલુ હતી. તદુપરાંત છંદવૈવિધ્યવાળી રચનાઓ વધવા લાગી હતી. આ સૈકામાં એક ફાગુકાવ્યની રચના તો ફક્ત ચોપાઈ છંદમાં પણ થઈ છે.
કદની દૃષ્ટિએ વિચારીએ તો આ સોળમા શતકમાં ફાગુકાવ્યની કડીઓનો સંખ્યાંક વધતો ચાલ્યો હતો. બસો, અઢીસો કે પાંચસો કડીનાં ફાગુકાવ્યો પણ લખાયાં છે. કદની દષ્ટિએ કેટલીક કૃતિઓ લઘુ રાસકૃતિની લગોલગ આવી ગઈ છે. કવિઓએ ક્યારેક વિસ્તૃત કથાનક પસંદ કર્યું છે. ક્યારેક તેઓ સમગ્ર કથાનકને વર્ણવે છે, તો ક્યારેક તેઓ તેનું નિરૂપણ સવિસ્તર કરે છે. “આદીશ્વર ફાગ જેવી કૃતિમાં આદિનાથ ભગવાનના પૂર્વ ભવની વાતો સહિત સમગ્ર જીવનચરિત્ર નિરુપાયું છે.
આ સૈકામાં બારમાસીનો કાવ્યપ્રકાર પણ વધુ ખીલ્યો હતો અને જૈન સાધુકવિઓ બારમાસી કાવ્યો લખવા પ્રેરાયા હતા, એટલું જ નહિ ફાગુકાવ્યમાં બારમાસી દાખલ કરીને “ચુપઈ ફાગુ' જેવાં ફાગુકાવ્યોમાં ફાગુ અને બારમાસીના સમન્વયનો પ્રયોગ પણ થયો છે.
વિક્રમના સોળમા સૈકામાં આ રીતે સંખ્યા, કદ, વિષયવિસ્તાર અને ગુણવત્તાની દૃષ્ટિએ ફાગુકાવ્ય ઘણો મહત્ત્વનો વિકાસ સાધ્યો હતો.
વિક્રમના સોળમા શતકની જેમ સત્તરમા શતકમાં પણ ફાગુનો કાવ્યપ્રકાર
ફગુકાવ્યની વિકાસરેખા જ ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org