________________
કાલાનુક્રમે શતકવાર ફાગુકાવ્યની વિકાસરેખા નિહાળીએ તો વિક્રમના ચૌદમાં શતકના અંત ભાગમાં અને પંદરમા શતકમાં લખાયેલી પચીસથી વધુ ફાગુકૃતિઓ પ્રાપ્ત થાય છે. એમાં અજ્ઞાત કવિકૃત “જિનચંદ્રસૂરિ ફાગ', જિનપદ્મસૂરિકૃત ‘સ્થૂલભદ્ર ફાગુ', રાજશેખરે સૂરિકૃત નેમિનાથ ફાગુ' વગેરે આરંભકાળની ફાગુકૃતિઓ જોતાં, આ કાવ્યપ્રકારને વિકસાવવાનું માન જૈન સાધુ કવિઓને ફાળે જાય છે. જે પચીસથી અધિક ફાગુકૃતિઓ આ ગાળાની ઉપલબ્ધ છે એમાં વીસથી અધિક કૃતિઓ તો જૈન સાધુ કવિઓની જ છે. આ કાળનાં ફગુકાવ્યોમાં નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યો સૌથી વિશેષ રહ્યાં છે. પંદરમા શતકની આ લાક્ષણિકતા, ત્યાર પછી સોળમાં, સત્તરમા અને અઢારમા શતકમાં પણ ચાલુ રહેલી જોઈ શકાય છે.
ચૌદમા-પંદરમા શતકનાં ફાગુકાવ્યોમાં સાદા દુહામાં અથવા દુા. અને રોળા છંદની કડીઓવાળા ભાસમાં સૌથી વધુ રચના થઈ છે. આંતરયમકવાળા દુહાવાળી રચનાઓનું પ્રમાણ સાદા દુહાવાળી રચના કરતાં ઓછું રહ્યું છે. વિવિધ છંદમાં ફાગુકાવ્યની રચના કરવાનું અને સમાનાર્થ સંસ્કૃત શ્લોકો આપવાનું લક્ષણ આ શતકમાં જ ચાલુ થઈ ગયું હતું, જે પછીથી પ્રબળ બનવા લાગ્યું હતું.
‘વસંતવિલાસ' અને “નારાયણ ફાગુ' જેવી ફાગુકૃતિઓની રચના પણ આ શતકમાં જ થઈ છે એ પણ નોંધવું જોઈએ. વસંતવર્ણન, વનક્રીડાવર્ણન, જલકેલિ ઈત્યાદિ વડે ફાકૃતિને ભૌતિક રસના ઉલ્લાસવાળી બનાવવાનું વલણ પણ આ શતકમાં પ્રચલિત બની ગયું હતું એની આથી ખાતરી થાય છે.
| વિક્રમના પંદરમા સૈકામાં ઝરણારૂપે વહેતો થયેલો ફાગુનો પ્રવાહ સોળમાં અને સત્તરમા સૈકામાં એક નદીના જેવો પુષ્ટ બની ગયો. આ બે સૈકામાં કેટલા બધા કવિઓએ ફાગુકાવ્યની રચના માટે પોતાની કલમ ચલાવી છે !
વિક્રમના સોળમા સૈકામાં લખાયેલાં ચાલીસથી વધુ ફાગુકાવ્યોમાં પણ નેમિનાથ વિશે સૌથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે. સમગ્ર શગુસાહિત્યમાં વિષય તરીકે નેમિનાથનું કથાનક મોખરે રહ્યું છે. નેમિનાથ વિશેનાં લગુકાવ્યો એટલે વ્યક્તિવિષયક ફાગુકાવ્યો. જૈન કવિઓને એકંદરે વ્યક્તિવિષયક વધુ અનુકૂળ રહ્યાં છે, કારણ કે કામોદ્દીપન કરનાર વસંતઋતુમાં પણ કામવાસના ઉપર વિજય મેળવનાર મહાત્માઓનું જીવન સંયમસિદ્ધિની દૃષ્ટિએ અત્યંત ગૌરવભર્યું અને પ્રેરક ગણાય. એટલે લોકોપદેશ માટે કવિઓ સંયમવ્રતધારી વ્યક્તિઓનું જીવન પસંદ કરે એ દેખીતું છે. નેમિનાથ ઉપરાંત અન્ય તીર્થકરો વિશે, જબુકમાર વિશે, સ્થૂલિભદ્ર વિશે, પોતાના ગુરુભગવંત વિશે કૃતિ રચવામાં કવિઓને આવી અનુકૂળતા સવિશેષ રહી છે.
નેમિનાથ ઉપરાંત આ સૈકામાં તીર્થ વિશે ફાગુકાવ્યો લખાયાં છે, જેમાં રાવણિ
ર0 ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org