________________
આમ, મધ્યકાળમાં ગુજરાત અને રાજસ્થાનમાં પાંચ સૈકાથી પણ વધુ સમય સુધી પ્રચલિત રહેલા ફાગુના કાવ્યપ્રકારે કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓ દ્વારા સાહિત્યના ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે જન-મનરંજનનું તેમજ સંસ્કાર-ઘડતરનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કર્યું છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ પણ એટલું જ મહત્ત્વનું છે.
- આપણું ફાગુસાહિત્ય ગૂર્જર ભાષાના વિકાસની દૃષ્ટિએ – શબ્દભંડોળ, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, કહેવતો, વ્યાકરણ-વિષયક લાક્ષણિકતાઓ, વિશિષ્ટ પદાવલિઓ વગેરેની દૃષ્ટિએ અધ્યયન માટે વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
૨૨૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org