________________
સંયમનો મહિમા દર્શાવાય એવાં કથાનકો પસંદ થયાં. એમાં નેમિકુમાર અને રાજુલનું લોકપ્રિય પ્રેરક કથાનક સૌથી વધુ અનુકૂળ લાગ્યું. એથી એ વિશે સૌથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે. તદુપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક તથા જંબુસ્વામીનું કથાનક પણ લેવાયું છે. ફાગણ-ચૈત્રમાં તીર્થયાત્રા માટે નીકળતા સંઘોમાં પણ ધાર્મિક ફાગ ગાવા-ખેલવાનું દાખલ કરાયું. પોતાના ગુરુભગવંતે સંયમની આરાધના કેવી સરસ કરી છે તથા કામવાસના પર એમણે કેવો સરસ વિજય મેળવ્યો છે એનો મહિમા બતાવવા માટે ગુરુભગવંત વિશે ફાગુકાવ્યો લખાયાં છે. તદુપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક તથા જંબુસ્વામીનું કથાનક પણ લેવાયું છે. ફાગણ-ચૈત્રમાં તીર્થયાત્રા માટે નીકળતા સંઘોમાં પણ ધાર્મિક ફાગુ ગાવા-ખેલવાનું દાખલ કરાયું. પોતાના ગુરુભગવંતે સંયમની આરાધના કેવી સરસ કરી છે તથા કામવાસના પર એમણે કેવો સરસ વિજય મેળવ્યો છે એનો મહિમા બતાવવા માટે ગુરુભગવંત વિશે ફાગુકાવ્યો લખાયાં. બહાર ખાનગીમાં ગવાતાં હલકાં ફાગુઓ અને આ ફાગુઓ વચ્ચે કેટલો બધો તફાવત છે એ તેઓએ પોતાનાં ફાગુઓમાં બતાવ્યું અને સાચાં સારાં ફાગુકાવ્યોની ઉત્તમ ફલશ્રુતિ દાખવી છે. “વાસુપૂજ્ય મનોરમ ફાગમાં કવિ કલ્યાણે કહ્યું છે :
ફાગ ફાગ પણ સરિષા નહી, છાસિ ધોલી નઈ દૂધ ધોલું સહી,
જેવડું અંતર મેરુ સિરશવઇ, તિમ જિનગુણ અવર કથા કવ્યાં. ફાગુકાવ્યની ફલશ્રુતિ બતાવતાં એનો આવો મહિમા ઘણા કવિઓએ ગાયો છે. એમાંથી થોડીક પંક્તિઓ જોઈએ :
એ લગુ ઉછરંગ રમાઈ જે માસ વસંતે, તિણિ મણિનાણ પહાણ કાત્તિ મહિયલ પસતે.
(કીર્તિરત્નસૂરિ ફાગ)
ફાગુ રે સુણતહ ગુણતહ, પાપુ પણાસઈ દૂરિ.
જયસિંહસૂરિકત દ્વિતીય નેમિનાથ ફાગુ
ગાઈ જે નવરંગ ફાગ એ. લાગએ નવિ પાપ લેવ.
જિનપંસગુરુ નવરંગ ફગ)
શ્રી લક્ષમીવલ્લભ કો રચ્યો હી, ઈહુ અધ્યાત્મ ફાગ; પાવતુ પદ જિનચજ કો હો, ગાવત ઉત્તમ રાગ.
(લક્ષ્મીવલ્લભકૃત “અધ્યાત્મ ફાગ')
ફાગુનો કાવ્યપ્રકાર - ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org