________________
બંગાકુ-શુમિમાં બાર લેખો છે. તે પૈકી આરંભિક ત્રણ લેખો – ‘અલંકાર, કાવ્યપ્રયોજન' અને “ધ્વનિવિરોધ' ભારતીય કાવ્યશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. પ્રથમ લેખમાં લેખકે સાહિત્યમાં, કાવ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર ‘અલંકારની સમજૂતી આપી ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ એ અંગે કરેલી વિચારણાથી આપણને અવગત કરાવ્યા છે. બીજા લેખમાં કાવ્યપ્રયોજનની વિવિધ ભારતીય કાવ્યાચાર્યોએ કરેલી વિચારણાનો ખ્યાલ આપી રમણલાલે તેની વિસ્તૃત છણાવટ કરી છે. અંતે લખ્યું છે, “વર્તમાન યુગમાં કાવ્યનાં પ્રયોજનોની નવા સંદર્ભમાં નથી દૃષ્ટિએ વિચારણા અવશ્ય કરી શકાય, પરંતુ તેવે વખતે પણ આપણા પૂર્વસૂરિઓએ કરેલી વિચારણાને પ્રકારાને પણ નવી પરિભાષામાં જ્યાં ઘટાવી શકાય એમ હોય ત્યાં તેનું વિસ્મરણ થવું ન ઘટે.' અહીં વિવેચકની વિવેકબુદ્ધિનો પરિચય થાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં
ધ્વનિ સિદ્ધાંત ખૂબ મહત્ત્વનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતનો આપણા અનેક કાવ્યાચાર્યોએ વિરોધ પણ કર્યો છે. ધ્વનિવિરોધમાં ડૉ. શાહે એનો ખ્યાલ આપ્યો છે.
કરુણપ્રશસ્તિ' (Elegy) અને ટૂંકીવાર્તા' (Short Story) પશ્ચિમમાંથી આપણા સાહિત્યમાં આવેલાં બે મહત્ત્વનાં સાહિત્યસ્વરૂપો છે. આ સ્વરૂપોની પશ્ચિમના વિવેચકોએ જે વિચારણા કરી છે એને આધારે રમણલાલે બે લેખોમાં આ સ્વરૂપોનો, એનાં લક્ષણોનો ખ્યાલ આપ્યો છે. આ સ્વરૂપોની સમજ મેળવવામાં આ લેખો ઉપયોગી છે.
| વિવિધ કલાઓમાં સાહિત્યને શ્રેષ્ઠ માનવામાં આવી છે. વર્સફોર્ડે તો સાહિત્યને માનવજાતિના મગજ તરીકે ઓળખાવ્યું છે. વિશ્વના અનેક વિચારકોએ - સમીક્ષકોએ. સાહિત્યની સમજ આપવા પ્રયત્ન કર્યો છે. સાહિત્ય ઘણુંબધું કરે છે, કરી શકે છે પણ તે એક અર્થમાં સંસ્કારસેતુ પણ છે એ વાત રમણલાલ સંગ્રહના અંતિમ લેખમાં સારી રીતે મૂકી આપી છે. આ લેખ લેખકની સાહિત્ય પ્રત્યેની દષ્ટિને, બીજી રીતે કહીએ તો તેમના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરી આપે છે.
ડૉ. ૨. ચી. શાહે સંગ્રહના અડધા લેખોમાં મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચા-વિચારણા કરી છે અને બાકીના અડધા લેખોમાં પ્રત્યક્ષ વિવેચન કર્યું છે અર્થાત્ કૃતિલક્ષી વિવેચન કર્યું છે. તેમણે જે કૃતિઓ વિશે વિવેચન કર્યું છે તેમાં સૌથી મહત્ત્વની કૃતિ “સરસ્વતીચંદ્ર છે. ગુજરાતી ભાષાની આ અસાધારણ નવલકથાની એમણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી સર્વાગી સમીક્ષા સંક્ષેપમાં કરી છે. | સર્જનાત્મક સાહિત્યમાં, ખાસ તો કથાસાહિત્યમાં જેવું ઉચ્ચસ્થાન
સરસ્વતીચંદ્રનું છે. એવું જ ઉચ્ચસ્થાન વિવેચનાત્મક સાહિત્યમાં સુન્દરમ્ કૃત ‘અર્વાચીન કવિતાનું છે “શતાબ્દીની કવિતાનું શકવર્તી વિવેચન' શીર્ષકની રમણલાલે
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org