________________
મધ્યકાળના મોટા ગજાના સમર્થ કવિ જ્યશેખરસૂરિની કૃતિઓમાં ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ અનેક દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. નરસિંહ પૂર્વેની કૃતિઓમાં અને ખાસ તો રૂપક પ્રકારની કૃતિઓમાં આ રચનાનું સ્થાન ઉચ્ચકક્ષાનું છે. ડૉ. રમણલાલે તેમના લેખમાં આ રચનાની વિશેષતાઓ સુપેરે ઉપસાવી આપી છે.
પડિલેહા’ના અન્ય લેખો પૈકી બે લેખો ‘નળાખ્યાન’ સંબંધે છે. પ્રથમ લેખમાં તેમણે આખ્યાનના પિતા ગણાતા ભાલણના બીજા ‘નળાખ્યાન’નું પગેરું શોધવાની મથામણ કરી છે. છેક મહાભારતના નલોપાખ્યાનથી માંડી ભાલણના પ્રથમ ‘નળાખ્યાન’ સાથે તેના કહેવાતા બીજા નળાખ્યાનનો તુલનામૂલક અભ્યાસ કરી તેઓ તારણ ૫૨ આવ્યા છે કે ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું કર્તૃત્વ ભાલણનું નથી પણ અર્વાચીન સમયનું છે. આ પરાક્રમ કોણે કર્યું હોઈ શકે એનો સંકેત પણ અંતે તેમણે કર્યો છે. તેમનો આ લેખ એક નમૂનેદાર સંશોધન લેખ બને છે. નળાખ્યાન' વિષયક બીજા લેખમાં રમણલાલે મધ્યકાળના સર્વશ્રેષ્ઠ આખ્યાન ગણાયેલ પ્રેમાનંદના ‘નળાખ્યાન’ના કથાવસ્તુની વિસ્તૃત સમીક્ષા કરી છે અને પ્રેમાનંદ ૫૨ એના પુરોગામી કવિઓ પૈકી ભાલણ અને નાકરની તથા જૈન પરંપરાની નલકથાની કેટલી અસર થઈ છે એ તારવી આપવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. કથાવસ્તુની કવિએ કેવી સંયોજના કરી છે એની તપાસ પણ તેમણે કરી છે. અને એ દ્વારા આ કૃતિ સર્વશ્રેષ્ઠ કૃતિ શા માટે બની શકી એ સમજાવ્યું છે.
આ રીતે પડિલેહા’ના દસે દસ અભ્યાસલેખો રમણલાલની અધ્યયનશીલતા, સંશોધકવૃત્તિ, વિવેચકપ્રતિભા અને અભ્યાસશીલતા પર પ્રકાશ પાડે તેવા બની શક્યા છે. આ એક જ વિવેચનસંગ્રહથી ડૉ. ૨. ચી. શાહ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક તરીકે ઊપસી આવ્યા.
પડિલેહા’ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. તેનો સંસ્કૃત શબ્દ છે પ્રતિલેખા. પડિલેહાનો એક અર્થ છે વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ ક૨વો, વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. ‘પડિલેહા’ના બધા જ લેખોમાં વિવેચકની આ લાક્ષણિકતાઓ પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. પડિલેહા’ના પ્રકાશન પછી બીજા જ વર્ષે ડૉ. શાહ પાસેથી ‘બૂંગાકુ-શુમિ' શીર્ષકવાળો બીજો વિવેચનસંગ્રહ પ્રાપ્ત થાય છે. આ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. બુંગાકુ એટલે સાહિત્ય અને શુમિ એટલે અભિરુચિ. બુંગાકુ-શુમિ' એટલે સાહિત્યમાં અભિરુચિ અથવા સાહિત્યિક અભિરુચિ. લેખકે ‘નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે તેમ આ સંગ્રહના બધા લેખો અધ્યયન-અધ્યાપનને નિમિત્તે લખાયા છે. એમાં કેટલાક લેખો તો વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે દૃષ્ટિથી લખાયા છે.
Jain Education International
२२
For Private & Personal Use Only
www.jainelibrary.org