________________
માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે. સમગ્ર લેખ આ અભિપ્રાયનું સમર્થ કરી રહે છે. રમણભાઈએ આ પ્રાકૃત મહાકથાના ગુર્જરાનુવાદનું સંપાદન પણ કર્યું છે. કલિકાલસર્વજ્ઞ તરીકે જાણીતા થયેલા હેમચંદ્રાચાર્યનો જીવનકાળ ગુજરાતી ભાષાસાહિત્યનો ઉદ્ગમકાળ છે. તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘સિદ્ધહેમ'માંથી જ ગુજરાતી ભાષાની પ્રારંભિક કૃતિઓ સાંપડે છે. હેમચંદ્રાચાર્યના જીવન અને કવનનો પરિચય એક લેખમાં મળે છે.
ડૉ. ૨. ચી. શાહ જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી છે એનો ખ્યાલ જૈન સાહિત્ય’ અને એ અંગેના અન્ય લેખો પરથી આવે છે. પડિલેહા'નો અંતિમ લેખ ઈ. સ. ૧૪૫૦થી ૧૬૦૦ દરમિયાન મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યની છણાવટ કરે છે. આ સમયગાળાનાં મુખ્ય સાહિત્ય સ્વરૂપો, કવિઓ, કૃતિઓનો પરિચય આ અભ્યાસલેખમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યના ઇતિહાસમાં જે કવિઓનો નામોલ્લેખ મળે છે અને નામોલ્લેખ સુધ્ધાં નથી મળતો એવા સંખ્યાબંધ જૈન કવિઓ વિશે તેમના અભ્યાસલેખમાં અધિકૃત માહિતી મળે છે. ‘સાંપ્રત સહચિંતન'ના ત્રીજા ભાગમાં જૈન સાહિત્ય – ક્ષેત્ર અને દિશાસૂચન' નામક લેખ પણ સાંપડે છે એ અહીં નોંધવું જોઈએ.
જૈનસાહિત્ય’ લેખમાં કોઈ કવિ કે કૃતિ વિશે વિસ્તારથી લખવાનું શક્ય ન હતું. આ સંગ્રહના ચાર અભ્યાસલેખો – યશોવિજયજી અને એમનો જંબૂસ્વામી રાસ’, ‘કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ અને વિજયપ્રભરચિત ‘ગૌતમસ્વામીનો રાસ'માં જે તે કવિ અને કૃતિની વિસ્તૃત વિવેચના સાંપડે છે.
‘સમયસુંદ૨’વિશે ગુજરાતી ગ્રંથકાર શ્રેણીના ૧૬મા મહાકામાં લઘુગ્રંથ આપનાર ડૉ. શાહ અહીં સમયસુંદરનો પરિચય કરાવી તેમની મહત્ત્વની બે રાસકૃતિઓ – “ભૃગાવતી ચિરત્ર ચોપાઈ’ અને ‘વલ્કલચીરી રાસ’નો આસ્વાદમૂલક અવબોધ કરાવે છે. કૃતિનો આસ્વાદ મળે એ માટે સમીક્ષક મૂળકૃતિની સંખ્યાબંધ પંક્તિઓ છૂટથી ઉદ્ધૃત કરે છે. યશોવિજયજી વિશેનો લેખ પણ આ પદ્ધતિએ લખાયો છે. લેખના પૂર્વાર્ધમાં રમણલાલ યશોવિજયજીના જીવનકવનનો વિસ્તૃત ખ્યાલ આપી ઉત્તરાર્ધમાં તેમની મહત્ત્વની કૃતિ જંબૂસ્વામી રાસ'ની આસ્વાદમૂલક સમીક્ષા કરે છે. આ બંને લેખો મધ્યકાળના બે મોટા ગજાના જૈન કવિઓનો સમ્યક્ પરિચય કરાવવાની સાથે તેમની સાહિત્યિક દૃષ્ટિએ સક્ષમ કૃતિઓની સમાલોચના પ્રસ્તુત કરે છે.
Jain Education International
२१
For Private & Personal Use Only
www.jainelibrary.org