________________
સંપાદકીય
ડૉ. ૨. ચી. શાહનું સાહિત્યદર્શન'
શ્રી રમણલાલ ચીમનલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા ગામે ઈ. ૧૯૨૬ના ડિસેમ્બરની ત્રીજીએ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પાદરામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું. ૧૯૪૪માં તેઓ મેટ્રિક થયા. ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. અને ૧૯૫૦માં એમ.એ. થયા. એમ.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક તથા કે. હ. ધ્રુવ પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. નળ અને દમયંતીની કથાનો વિકાસ' વિષય પર મહાનિબંધ લખીને તેમણે ૧૯૬ ૧માં પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક અને ૧૯૭૦થી નિવૃત્તિ પર્વત મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ રહ્યા હતા.
મુખ્યત્વે મધ્યકાળીન ગુજરાતી સાહિત્યના અને જૈન ધર્મ-સાહિત્યના ઊંડા અભ્યાસી રમણભાઈ પાસેથી સાહિત્ય વિવેચનક્ષેત્રે મૂલ્યવાન સાહિત્ય સાંપડ્યું છે. “પડિલેહા' (૧૯૭૯) તેમના પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, સાહિત્યકારો અને વિચારધારા વિશેના અભ્યાસલેખોનો સંગ્રહ છે. તેમાં દસ અભ્યાસલેખો સંગૃહીત થયા છે. સંગ્રહનો પ્રથમ લેખ પ્રાચીન ભારતના વાદો' વિશે છે. બીજા લેખમાં તેમણે વિક્રમના નવમા સૈકામાં પ્રાકૃત ભાષામાં શ્રી ઉદ્યોતનસૂરિ દ્વારા રચાયેલ લગભગ ૧૩૦૦ શ્લોકના ગ્રંથમણિ ‘કુવલયમાલાની વિસ્તૃત સમીક્ષા કરી છે. ચંપૂ સ્વરૂપની આ વિશિષ્ટ રચનાનો વિગતે પરિચય કરાવી ડૉ. શાહે તેની વિશેષતાઓ ઉપસાવી છે અને અંતે અભિપ્રાય આપ્યો છે, “ “કુલલયમાલા એ
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org