________________
માસની ઓછામાં ઓછી એક કડી એમ બાર કડીથી માંડીને ૭૨ કડી કે તેથી વધુ લાંબાં કાવ્યો લખાયાં છે. એમાં સામાન્ય રીતે વિરહિણી નાયિકાની ઉત્તરોત્તર વધતી જતી વિરહવ્યથાનું, વિપ્રલંભ શૃંગારનું, તે તે મહિનાની લાક્ષણિકતા સાથે નિરૂપણ હોય છે. કોઈક સુખાન્સ બારમાસીમાં અંતે નાયક-નાયિકાનું મિલન વર્ણવાય છે. ફાગુકાવ્યમાં મુખ્યત્વે વસંતઋતુનું જ વર્ણન કરવાનું હોવાથી અને એમાં કડીઓની કોઈ મર્યાદા ન હોવાથી સવિગત નિરૂપણ કરવાનો કવિને સારો અવકાશ સાંપડે છે. બારમાસી મુખ્યત્વે ઊર્મિપ્રધાન કાવ્ય છે, જ્યારે ફાગુમાં કવિ કથાનકનું સવિગત નિરૂપણ કરી શકે છે. આમ ફાગુ અને બારમાસી વચ્ચે આવો કેટલોક મહત્ત્વનો તફાવત છે. અલબત્ત, કોઈક અજ્ઞાત કવિએ તો પોતાના નેમિનાથ ફાગુ'માં બારમાસી અને ફાગુનો સમન્વય કરીને, એમાં બારમાસી પણ ગૂંથી લીધી છે. કવિઓને કોણ રોકી શકે ? નિશા: વય: *
વસંતઋતુનું વર્ણન કરતો, પણ ફાગુકાવ્ય કરતાં કદમાં નાનો એવો “ધમાલ' નામનો એક કાવ્યપ્રકાર મધ્યકાલીન સાહિત્યમાં વિકાસ પામ્યો હતો. ધમાલ' ખાસ વસંતઋતુમાં ગાવા માટે લખાયા હતા. ધમાલ (અથવા “ઢમાલ') નામ જ સૂચવે છે તે પ્રમાણે એમાં ગાવા સાથે વાજિંત્રોનો કલનાદ પણ એટલો જ મહત્ત્વનો છે. ઢોલ, ચંગ, ઝાંઝ, મંજીરાં વગેરેના ધ્વનિ સાથે, ગાતાં ગાતાં વાતાવરણને ગજવી મૂકવાનો અને એ રીતે પોતાના હૃદયોલ્લાસને પ્રગટ કરવાનો એમાં આશય હોય છે. સમૂહમાં ગવાતા આ કાવ્યપ્રકારમાં, ગાનારાઓ તાનમાં આવીને સ્વેચ્છાએ નૃત્ય પણ કરવા લાગી જાય છે. ધમાલમાં આ રીતે સમૂહનૃત્ય પણ હોય છે. ધ્રુવપદની એકની એક પંક્તિ અને તેવી રીતે બીજી કેટલીક પંક્તિઓ વારંવાર ગવાય છે. ધમાલમાં પંક્તિઓ ઓછી હોય છે, પણ એનું રટણ, આવર્તન વારંવાર થાય છે. ફાગુ કરતાં ધમાલમાં નાદ અને લયનું મહત્ત્વ વધારે હોય છે.
- ફાગુકાવ્યમાં શૃંગારરસનું નિરૂપણ થાય છે. પરંતુ મધ્યકાળમાં સંયમના આરાધક, બ્રહ્મચર્ય વ્રતના ઉપાસક એવા જૈન સાધુ કવિઓએ આટલાં બધાં ફાગુકાવ્યો લખ્યાં એથી આશ્ચર્ય નથી થતું? પોતાની અતૃપ્ત વાસનાને વ્યક્ત કરવા માટે એમને ફાગુકાવ્યનું એક બહાનું મળ્યું એમ નથી લાગતું? ના, જરા પણ નહિ, કારણ કે એમની શગુકતિઓમાં શૃંગારરસનું એવું નિરૂપણ જોવા મળતું નથી. એમની સંયમની આરાધનાને બાધક થાય એવી કોઈ વાત એમાં આવતી નથી. કેટલાંક ફાગુકાવ્યો તો “નારીનિરાસ'ના પ્રકારનાં છે. વસ્તુતઃ જૈન સાધુકવિઓ ફાગુકાવ્ય લખવા તરફ વળ્યા તેમાં કેટલાંકમાં કાવ્યસર્જનની પ્રેરણા કરતાં સામાજિક અને ધાર્મિક કર્તવ્યની ભાવના વિશેષ રહેલી છે.
ફાગુનો કાવ્યપ્રકાર - ૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org