________________
વિષય પર લખાયેલાં શગુકાવ્યો મુખ્ય છે. શ્રીકૃષ્ણ વિષયક વૈષ્ણવ પરંપરાનાં શગુકાવ્યો, “નારાયણ ફાગુ' કે “હરિવિલાસ ફાગુ' જેવાં ફyકાવ્યો પ્રમાણમાં જૂજ જ છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેને સાધુ કવિઓએ રાસ, પ્રબંધ, ચોપાઈ, વિવાહલ, ફાગુ, બારમાસી, સ્તવન, સઝાય, છંદ, છત્રીસી, પદ વગેરે વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ કરી છે. આ બધા પ્રકારોમાં કેટલાક આજ પણ ગવાતા રહેલા છે. એ પ્રકારોમાં સ્તવન મુખ્ય છે. મધ્યકાળમાં જૈન કવિઓને હાથે લખાયેલાં સ્તવનોની સંખ્યા ત્રણ હજારથી પણ વધુ છે અને એમાંનાં કેટલાંયે સ્તવનો, વિશેષતઃ યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્ર વગેરેનાં સ્તવનો અદ્યાપિ પર્યત રોજેરોજ ગવાતાં રહ્યાં છે. કેટલાંયે સ્તવનો કાવ્યરચનાની દૃષ્ટિએ પણ ઉત્તમ કોટિનાં છે. તદુપરાંત જૈન કવિઓનું મોટું યોગદાન તે રાસાસાહિત્યનું અને ફાગુસાહિત્યનું છે.
રાસ અને ફાગુ એ બંને કાવ્યપ્રકારો સહોદર જેવા ગણાયા છે. નાની રાસકૃતિ અને સુદીર્ઘ ફાગુકાવ્ય એકબીજાની સીમાને સ્પર્શે છે. વસંતઋતુના વર્ણનવાળો રાસ અથવા વસંતઋતુમાં ગવાતો રાસ તે ફાગુ એમ કોઈ કહી શકે એટલા પરસ્પર નજીક આ બંને કાવ્યપ્રકારો આવેલા છે. રાસ પણ ગવાતા અને રમાતા. ફાગુકાવ્યો પણ ગવાતાં અને રાસની જેમ વર્તુળાકારે દાંડિયા વડે ખેલાતાં. રાસમાં નૃત્યની દૃષ્ટિએ તાલારામ અને લકુટારાસ એવા બે પ્રકારોના ઉલ્લેખો મળે છે. તાલારાસ એટલે તાળી વડે રમાતો રાસ. સંસ્કૃત લકુટ એટલે દંડ, દાંડિયો, લકુયે રાસ એટલે દાંડિયા વડે રમાતો રાસ. (દાંડિયા માટેનો લકુય શબ્દ, ફનો લોપ થતાં અને ટનો ડ થતાં, સામ્યને કારણે વખત જતાં અશ્લીલતામાં સરી પડ્યો અને નિષિદ્ધ થઈ ગયો. એવી રીતે ફાગુ પણ તાળી સાથે અને દાંડિયા સાથે રમાતાં અને ગવાતાં. આવા સમૃદ્ધ રાસાસાહિત્ય અને ફાગુસાહિત્યની ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી તુલના થઈ શકે છે.
મધ્યકાલીન ગૂર્જર સાહિત્યમાં ઋતુવર્ણનનાં કાવ્યોમાં ફગ ઉપરાંત બારમાસી નામનો પ્રકાર જોવા મળે છે. સગુકાવ્યો મુખ્યત્વે જૈન કવિઓને હાથે લખાયાં છે,
જ્યારે બારમાસી પ્રકારનાં કાવ્યો જૈન-જૈનેતર એમ બંનેને હાથે ઠીક ઠીક પ્રમાણમાં લખાયાં છે. અલબત્ત, સંખ્યાની દૃષ્ટિએ ફાગુકાવ્યો બારમાસી કરતાં વધુ લખાયાં છે. ફાગુકાવ્યમાં મુખ્યત્વે વસંતઋતુનું ક્યારેક અપવાદરૂપે વર્ષાઋતુનું વર્ણન થયેલું છે. બારમાસીમાં એનું નામ સૂચવે છે તે પ્રમાણે બાર મહિનાનું (અધિક માસ હોય તો તેર મહિનાનું) ક્રમાનુસાર વર્ણન હોય છે. એમાં આરંભ કાર્તિક માસથી જ કરવાનું અનિવાર્ય નથી. બારમાસી કાવ્યપ્રકાર કદમાં નાનો અને ઊર્મિપ્રધાન છે. પ્રત્યેક
૨૨૪ કસાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org