________________
આમ, ફાગ ગાવા અને રમવા વિશેના ઉલ્લેખો ફાગુકતિઓમાંથી જ સાંપડે છે. એટલે એનાં એ લક્ષણો વિશે બહારના કોઈ આધારની અપેક્ષા રહેતી નથી.
પ્રત્યેક નવો કાવ્યપ્રકાર પોતાનો વિશિષ્ટ પદ્યદેહ ધારણ કરીને અવતરે છે. સમય જતાં એમાં પરિવર્તનો પણ થાય છે. એ પદ્યદેહ વિશેનો એક સામાન્ય ખ્યાલ કવિઓમાં અને એના ભાવકોમાં રૂઢ થઈ જાય છે. ઘણા કવિઓ જ્યારે એ પ્રકારના પદ્યદેહને અનુસરે છે ત્યારે એનાં મૂળ ઊંડાં જાય છે. ફાગુના કાવ્યપ્રકારનો વિચાર કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે એ ખ્યાલમાં રાખવું જોઈએ કે યુવાન હૈયાઓની ઊર્મિઓને વ્યક્ત કરતી આ ગેય રચના છે. ફાગુ ગાવા માટે જેટલાં છે તેટલાં વાંચતન કે પઠન માટે નથી. ભાવ અને લહેકાથી ગાવામાં વધારે આનંદ અનુભવી શકાય છે, તન્મય થવાય છે. વળી જો એ સમૂહમાં ગવાય તો આનંદની ઓર વૃદ્ધિ થાય છે. ફાગુનો વિષય જ એવો છે કે એ ગાવાવાળા માત્ર વિદગ્ધજનો જ નહિ, સામાન્ય લોકો પણ હોય છે. એટલે શબ્દરચનાની દષ્ટિએ પણ એમાં ઓછેવત્તે અંશે સરળતા રહેલી હોવી જોઈએ. સરળ અને ગેય એવા છંદોમાં માત્રામેળ છંદો અને તેમાં પણ ૨૪(૧૩+૧૧) માત્રવાળે દુહો વધુ અનુકૂળ ગણી શકાય. વળી દુહો જુદી જુદી લઢણથી આરોહઅવરોહ સાથે ગાઈ શકાય છે. દુહાની સળંગ બધી જ કડીઓ એક જ ઢાળમાં કે રાગમાં ગાવાની અનિવાર્યતા નહિ. ઢાળમાં કે રાગમાં પણ વૈવિધ્ય આણી શકાય. આથી જ દુહો ફાગુકાવ્ય માટે કવિઓને અનુકૂળ જણાયો હશે. ફાગુકાવ્યનો દુહો પિંગળશાસ્ત્રના બંધારણને બરાબર વળગી રહેતો ન હોવાથી કેટલાક એને દુહાની ચાલ’ પણ કહે છે. વળી દુહાની સાથે એટલી જ માત્રાનો સોરઠો અથવા રોળા છંદ ગાઈ શકાય છે. એટલે દુહા અને રોળાની કડીઓમાં ફાગુકાવ્યની રચના આરંભકાળમાં થયેલી જોવા મળે છે. એક કડી દુહાની અને બે, ત્રણ કે ચાર કડી રોળાની – એમ એક એકમ ગણીને એને “ભાસ” એવું નામ અપાયું. આરંભનાં ફાગુકાવ્યો આ રીતે ચાર, પાંચ કે વધુ ભાસમાં લખાયેલાં જોવા મળે છે.
બીજી બાજુ સળંગ દુહાની કડીઓમાં પણ રચનાઓ થવા લાગી. આવી રચનાઓ પણ આરંભકાળમાં જ આપણને જોવા મળે છે. જિનપદ સૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગુ', રાજશેખરસૂરિકત નેમિનાથ ફાગુ, પ્રસન્નચંદ્રસૂરિકત “રાવણિ પાર્શ્વનાથ ફાગુ'. અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ' જેવી શગુકૃતિઓની રચના ભાસમાં થયેલી છે, તો અજ્ઞાત કવિકૃત “જબૂસ્વામી ફાગ', મેરુનંદનવૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ' જેવી કૃતિઓ ફક્ત દુહાની સળંગ કડીઓમાં થયેલી છે. કવિ જયસિંહસૂરિએ તો નેમિનાથ વિશે એક ફાગુકાવ્યની રચના “ભાસમાં કરી છે અને
૨૨૦ એક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org