________________
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં ધર્મોપદેશનું તત્ત્વ સહજ રીતે વણાયેલું રહ્યું છે. જૈન કવિઓ શસકૃતિ જેવી દીર્ઘ પ્રકારની રચના કરતા હોય તો તેમાં પ્રસંગને અનુલક્ષીને ધર્મોપદેશનું તત્ત્વ વણી લે એ સ્વાભાવિક છે. ક્યાંક એ કવિની પોતાની ઉક્તિ તરીકે રજૂ થયું હોય તો ક્યાંક ગુરુ ભગવંતાદિ બીજા પાત્રને ઉપદેશ આપતા હોય એવી રીતે રજૂ થયું હોય. કવિ વિજયશેખરની આ કૃતિમાં પણ એવી કેટલીક ધર્મોપદેશની પંક્તિઓ પ્રસંગોપાત્ત જોવા મળે છે. એમાંથી થોડાંક ઉદાહરણ જુઓ :
ધરમ માંહિ ધૂરિ સદા, દાન ધરમ કહિવાય; દાનઈ ઘેલતિ પામીય હૈ સબ ઉપગાર સુહાય.
આશ્રમ પાંચ ફુધી કરી.
ક્રોધ મનિ યોધ સંહાર રે વિષય ઉનમાદ તે છાંડતાં.
હોસઈ તુઝ કરતિ સાર રે. પ્રવચનમાત આઠે ધરે
ઉપસમ રસ ગુણ ખણિ રે માયા મમતા સવિ પરિહરે
પરીસહ સહિ સુખ જોરિ રે. મણુય ભવ વિલ હરિ
કિસિઉં સીલ સનાહ પિહરી અંગિ રે કરમ તણા શત્રુ જીપિયા
ઉદ્યમ પર થાએ રેગિ રે
મધ્યકાલીન ગુજરાતી કવિઓએ, વિશેષતઃ જૈન કવિઓએ પોતાની રચનામાં, તત્કાલીન મુસલમાન રાજ્યની અસરને પરિણામે, ફારસી શબ્દ તો પ્રયોજ્યાં છે, પરંતુ કેટલાક કવિઓએ તો એકાદ ગીત કે આખી ઢાલની રચના તત્કાલીન લોકપ્રચલિત ભાષામાં કરી છે. કવિ આનંદઘનજી, યશોવિજયજી, સમયસુંદર, વીરવિજયજી વગેરેની જેમ કવિ વિજયશેખરે પણ આ રાસમાં એવી ઢાલનો પ્રયોગ કર્યો છે. ઉદાહરણ તરીકે ચોથા ખંડની દસમી ઢાલ એ રીતે પ્રયોજેલી જોવા મળશે. નળ અને દવદતી રાજ્યસુખ ભોગવ્યા પછી દીક્ષા લે છે. પરંતુ નળથી જ્યારે એ દીક્ષાનું પાલન થતું નથી તે વખતે દેવલોકમાં દેવ થયેલા નળના પિતા નિષધદેવ આવીને નળને જે શિખામણ આપે છે તેનું વર્ણન કવિએ ફારસીની છાંટવાળી તત્કાલીન લોકભાષામાં સચોટ રીતે આલેખ્યું છે. ઉ. ત. નીચેની પંક્તિઓ જુઓ :
૨૧૨
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org