________________
આદીશ્વર અલવેસરૂ જીવન જ્ઞદાનંદ અરિહંત નાભિચયા કુલ મંડન શ્રી જિન નયણાનંદ અરિહંત સમરથ સાહિબ સાંભલઉ સેવકની અરદાસ અરિહંત મહિર કરઉ પાએ પડઉં દીજિ અવિચલ વાસ અરિહંત.
જય જય ચિંતામણિ સમઉ જયતુ જ્ઞાધાર; જય ત્રિભોવન ચૂડામણિજય જનરંજનકાર.
જય સિવપુર રથ સારીખ જય અતિઉ ભટ કામ જય નિકારણ વછલૂ જયતુ ગુણનઉ શ્રમ
જય મુગતિરણીવરુ જય ખટ જીવ કૃપાલ
જય છેદિત જનમ જરા, જય પ્રભુ જ્યોતિ ઝમાલ. આવી જ રીતે, જ્યારે સ્વયંવર મંડપની તૈયારી થઈ જાય છે અને દેશ-દેશના રાજાઓ પધારે છે. તે વખતે દવદંતી જિનમંદિરમાં જાય છે અને શાંતિનાથ ભગવાનની પૂજા-સ્તુતિ કરે છે. કવિ લખે છે :
શાંતિસર સુખ પુરણઉ સુપ્રિ સ્વામી હો મારી અરહ્મસ કૃપા કરઉ મઝ ઉપરૌં પૂરિજઈ હો મન કરી આસ.
તું જગતારણ અધિપતિ તુઝ સમવડિ હો નવિ આવિ કોઈ, તું દુઃખિયાં દુઃખભંજણ સુખીયાંનઈ સુખ પુરઈ લોય. તું નીચગી નિરમલઉ તુઝ સેતી હો મઈ જોઈ પ્રીતિ; સારિખી કર માહરા સપણની હો એ ઉત્તમ રીતિ.
આપયો મજ કરુણા કરી દેવ
દરિસન હો તુજ ભવિભાવિ સાર; જિમન શિવલીલા પામીય ઈં
સુઝ ધ્યાનઈં હો સુખનઉ નહિ પાર. આમ સ્તવનના પ્રકારની આ બંને ઢાલ જોતાં ખુદ કવિના ભક્તિભાવની પણ પ્રતીતિ થાય છે. કવિ વિજયશેખરની અન્ય કૃતિઓ હજુ અપ્રકાશિત છે. પણ આ બે ઢાલ જોતાં સ્પષ્ટ પ્રતીતિ થશે કે કવિ વિજયશેખર એક ઉત્તમ સ્તવનકાર છે. એટલે એમણે સ્તવનના પ્રકારની અન્ય સ્વતંત્ર રચનાઓ કરી હોય એ તદ્દન સ્વાભાવિક છે.
વિજયશેખરસ્કૃત નલદવદંતી પ્રબંધ' ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org