________________
વેણીદંડ કુસુમિ કરી ગુંફિત
પરિમલ કરી વિસાલા રે
જાણે મુખ સિસ સેવા ફાઈ આવી નક્ષત્રની માલા રે.
*
Jain Education International
નયન કલિ અંજનની રેહા, જાણે મધુકરી આઈ
મસ્તક મણિમય રાખડી ઓપઈ ખીંટલા નિગોદર ભારી રે.
મધ્યકાલીન જૈન કવિઓની એક લાક્ષણિકતા એ જોવા મળે છે કે તેઓમાંના ઘણાખરા સંગીતના સારા જાણકાર હતા. સારા કવિ થવું હોય અને સરસ મધુર ગીતની રચના કરવી હોય તો સંગીતના જ્ઞાનની આવશ્યકતા રહે છે. એવી માન્યતા ત્યારે રૂઢ હતી. પોતાના કોઈ શિષ્યને સ૨સ ગીતરચના કરતાં આવડે છે એમ જણાતાં ગુરુ ભગવંતો એમને સંગીતનું શિક્ષણ અપાવવા સંઘ દ્વારા પ્રબંધ કરાવતા. કવિ વિજયશેખરે આ રાસમાં ઢાલના આરંભમાં જે જુદી જુદી દેશીઓના નમૂના આપ્યા છે તે જોતાં તથા જે વિવિધ પ્રકારની રાગરાગિણીઓ પ્રયોજી છે તે જોતાં તેઓ શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હશે એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે. આ રાસમાં તેમણે રામગિરી, ગૌડી, વૈરાડી, કેદાર, યંતશ્રી, રામે૨ી, સારંગ, સોરઠ, વેલાઉલ, ધન્યાસી, આશાવરી, મલ્હાર, મારુ, સિંધુડો, રાજવલ્લભ ઇત્યાદિ રાગમાં ઢાલોની રચના કરી છે. કવિનો રાગ-પ્રેમ એટલો ઉત્કટ છે કે ઘણી કરી ઢાલની અંતિમ કડીમાં તેઓ પોતે તે ઢાલ કયા રાગમાં પ્રયોજી છે તેનો નિર્દેશ પણ કરે છે. કવિએ પ્રયોજેલાં રાગ-રાગિણી અને તત્કાલીન પ્રચલિત દેશીઓ જોતાં જણાય છે કે કવિએ તેમાં પણ ઘણું સારું વૈવિધ્ય આણવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. એ જમાનામાં રાસકૃતિ ઘણુંખરું ગાવા માટે લખાતી. એટલે એની રજૂઆતમાં સંગીતની દૃષ્ટિએ ઠીક ઠીક વૈવિધ્ય હોય એ ઇષ્ટ હતું. આ રાસકૃતિમાં પણ એ જોવા મળે છે.
નળદવદંતી વિશે ઋષિવર્ધનસૂરિ, ગુણવિનય, સમયસુંદર, મહીંરાજ, વગેરેની કૃતિઓ સાથે કવિ વિજ્યશેખરની આ કૃતિ સરખાવતાં એની એક લાક્ષણિકતા એ જોવા મળે છે કે કવિ વિજયશેખરે રાસના પ્રથમ ખંડમાં જ નળદવદંતીનું પાત્રાલેખન કરતાં તેઓ બંનેને જિનમંદિરમાં જઈ પૂજા કરી ચૈત્યવંદન કરતાં વર્ણવ્યા છે અને એ પ્રસંગે એક એક આખી ઢાલ સ્તુતિના પ્રકારની, સ્તવન જેવી રચી છે. નલકુમાર સ્વયંવરમાં જતાં પહેલાં નાહીને, શુદ્ધ વસ્ત્ર પહેરીને, જિનમંદિરમાં જઈને આદિનાથ ભગવાનની પૂજા કર્યા પછી સ્તુતિ કરે છે તે પ્રસંગે કવિ લખે છે :
૨૧૦ * સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org