________________
મસ્તકિ મણિયા મિસ ટોપ રે. નિલવટી અમિ સિંસ ઓપમા
લોચન અણિયાલાં જાણિ રે; સુક ચંચુ સરખી નાસિકા
દંતપતિ સુમોતી ખાણી રે.
*
કૅટિ લંકઈ અતિઉ હો કેસરી
ઉર કદલી પરિ શ્રીકાર રે; ચરણ કનકના કાછિબા
નખરાં નારંગ ઉદાર રે.
કવિએ આ રાસમાં કેટલાક પ્રસંગોના નિરૂપણમાં કે પાત્રના આલેખનમાં અલંકારયુક્ત વાણી પ્રયોજી છે. ઉપમા-રૂપકાદિ અલંકારો તેમાં વિશેષ જોવા મળે છે. રાસની આરંભની કડીઓમાં જ ચાર પ્રકારના ધર્મમાં શીલધર્મનો મહિમા બતાવતાં કવિ લખે છે :
પુમાંહિ અરવિંદ જિઉં, મૃગ માંહિ જિમ સિંહ નોં માંહિ જિમ ચક્રપતિ, ઇંદ્ર સુરા માંહિ લીહ, નદી માંહિ ગંગ ભલી, ગરુડ પક્ષિ માંહિ સાર ગજ માંહિ એરાવણ ભલઉ, હેમ ધાતુ માંહિ ધાર સાધુ માંહિ શ્રી વીર જિન; ગ્રહ ગણ માંહિ સોમ જ્યોતિદ્વંત માંહિ દિનકર વસ્ત્ર માંહિ જિમ ખ્યોમ ચિહું ધરમ માંહિ સુંદર સીલ વડઉ વયરાગ. રાણી લાવણ્યસુંદરી જ્યારે ગર્ભવતી બને છે ત્યારે એનું વર્ણન કરતાં કવિ સરસ ઉપમા પ્રયોજે છે :
સીપોડી સિપ્રામાં કહી મુત્તાફ્સ જિઉં, ધરતી રે
સૂત્ર અરથ ગુપ્ત ટીકા ૫૨ ઇ નૃપયિતા ગરભ વહેંતિ રે.
દવદંતીનું વર્ણન કરતાં કવિ ઉપમા, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક વગેરે અલંકારો પ્રયોજે છે, જેમાં કવિની મૌલિકતા કરતાં પ્રાચીન પરંપરાનું અનુકરણ વિશેષ જોવા મળે છે. ચોટલા માટે નાગની, ભાલ માટે ચંદ્રમાની, નાક માટે પોપટની ચાંચની અને કટિ માટે સિંહની કિટની ઉપમા બીજા કવિઓની જેમ આ કવિના વર્ણનમાં પણ જોવા મળે છે.
સ્વયંવર મંડપમાં આવેલી દવદંતીનું વર્ણન કરતાં કવિ સરસ ઉત્પ્રેક્ષાઓ પ્રયોજે છે :
Jain Education International
વિજયશેખરસ્કૃત ‘નલદવદંતી પ્રબંધ' ૨૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org