________________
પુતા બે કિસકા લાવા ભાઈ,
કિસકા મીત વખાણીશું; કિસકી અમા ભઈણિ,
કિસકી જોરૂ જાણીનઈ.
પુરા બે આદર સંયમ ભાર,
સમરસ સરવરિ ખેલણા; પુરા બે પટકાયકુંભી પાલિ,
હોણા સુગુરુકા ચેલણા. વિક્રમના સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં નલ-દવદંતીનું કથાનક ગુજરાતરાજસ્થાનમાં ઘણું લોકપ્રિય બની ગયું હશે. એમ એ કાળમાં લખાયેલી સંખ્યાબંધ રાસકૃતિઓ ઉપરથી જણાય છે. વિ. સં. ૧૬૧૨માં મહીરાજે, ૧૬૬૪માં મેઘરાજે, ૧૬૬૫માં નયસુંદરે, ૧૬૬૫માં ગુણવિનવે, ૧૬૭રમાં વિજયશેખરે, ૧૬૭૩માં સમયસુંદરે, ૧૬ ૮૩માં નારાયણે નલદવદંતી વિશે રાસકૃતિની રચના કરી છે. અઢારમા શતકમાં પણ સંખ્યાબંધ રચનાઓ થઈ છે. જેનેતર પરંપરામાં અઢારમાં શતકમાં પ્રેમાનંદનું નળાખ્યાન' પણ કવિતનાં ઉચ્ચ શિખરો સર કરે છે. આમ પંદરથી અઢારમાં સથકમાં જૈન-જૈનેતર કવિઓમાં નળકથાનું આકર્ષણ ઘણું મોટું રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે સં. ૧૬૬૪, ૧૬૬૫, ૧૬૭૨ અને ૧૬૭૩ જેટલા નજીક નજીકનાં કાળમાં એક જ વિસ્તારમાં કવિઓએ આ એક જ વિષયની રાસકૃતિની રચના કરી છે. સુદીર્ઘ રાસકૃતિની રચના કરતાં ઠીક ઠીક સમય પણ લાગે. વળી કવિઓનો એકબીજા ઉપર પ્રભાવ પણ પડે. એ રીતે વિજયશેખરની આ કૃતિ ઉપર સમકાલીન અને પૂર્વકાલીન કવિઓનો પ્રભાવ પડ્યો છે. કવિ સમયસુંદરનો પ્રભાવ વિજયશેખર ઉપર પડતો હોય એમ જણાય છે, કારણ કે સમયસુંદરે અન્ય ઘણી રાસકૃતિઓની રચના તો ઘણી વહેલી કરી હતી અને તેઓ સમર્થ રાસકવિ હતા. વિજયશેખરના રાસની આ હસ્તપ્રતમાં તો ત્યાં સુધી ફેરફાર થયેલો છે કે સમયસુંદરની “કર સંવાદની પંક્તિ લહીઆએ એમાં વચ્ચે ઉમેરી દીધી છે.
કવિ વિજયશેખરે અન્ય કવિઓનો પ્રભાવ ઝીલ્યો હોવા છતાં તેમની પોતાની મૌલિક કવિત્વશક્તિની પ્રતીતિ આ રાસમાં સ્થળે સ્થળે થાય છે. નલદવદતી વિશેના સાહિત્યમાં એ રીતે કવિ વિજયશેખરનું આ રાસકૃતિ દ્વારા મહત્ત્વનું પ્રદાન રહ્યું
વિજયશેખરકત નલદવદતી પ્રબંધ કર ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org