________________
રાસના ચાર ખંડની સત્તાવન ઢાલમાં સાડા અગિયારસોથી વધુ કડીમાં કર્યું છે.
કવિ વિજયશેખરે આ રાસકૃતિમાં કોશલા નગરી, નિષધ રાજા, રાણી લાવણ્યસુંદરી, નળકુમાર, ડિનપુર, ભીમરાજા, પુષ્પદંતી રાણી, દવદંતી કુંવરી સ્વયંવર મંડપ, જિનમંદિરમાં સ્તુતિ, સ્વયંવર મંડપમાં આવેલી દવદંતી, નળ રાજા અને બીજા રાજાઓનું સખીએ કરેલું વર્ણન, નળ-દવતીના લગ્ન, દવદંતીને વિદાય, કુંડિનપુરમાં આવકાર, નિષધ રાજાની નિવૃતિ, નળ અને કૂબર વચ્ચે ધૂત અને નળનો પરાજય, વનમાં વિચરવું, નળ-દવદંતીનું છૂટા પડવું, નળનું કદરૂપા થવું, દધિપર્ણ રાજાને ત્યાં રહેવું, દવદતીનું ઋતુપર્ણ રાજાને ત્યાં રહેવું, દવદંતીની ભાળ, બનાવટી સ્વયંવર, નળકવદંતીનું મિલન, નળે રાજ્ય પાછું મેળવવું ઈત્યાદિ ઘટનાઓ વિસ્તારથી રસિક રીતે આલેખી છે. કવિએ કથાનકના પ્રસંગો વિવિધ ઢાલમાં વર્ણવ્યા છે. વચ્ચે વચ્ચે પ્રસંગોને સાંકળતી કડીઓ દુહામાં લખી છે. કવિએ એ રીતે પ્રસંગ, પાત્ર, ઇત્યાદિના વર્ણનને યથાયોગ્ય ન્યાય આપ્યો છે.
મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાનકાર કે રાસકાર કવિઓની એક લાક્ષણિકતા એ રહેતી કે તેઓની કૃતિ લોકો સમક્ષ ગાવા માટે લખાતી. વળી કથાનક મોટું હોય અને તેથી કૃતિ મોટી હોય તો તેની રજૂઆત એક કરતાં વધુ દિવસ ચાલતી. વળી તેમાં કવિ પોતે અથવા એમની કૃતિ રજૂ કરનાર કોઈ કથાકાર એની રજૂઆત બહેલાવીને કરતા અને ક્યારેક સમયના અભાવે સંક્ષેપ પણ કરતા. આથી કથાવૃત્તાન્તના પ્રકારની આવી કાવ્યકૃતિઓમાં આરંભમાં પ્રસંગોનું કે પાત્રોનું નિરૂપણ રસિક અને સવિસ્તર થતું અને ક્યારેક છેવટના ભાગમાં નિરૂપણ સંક્ષેપમાં થતું કે તેમ કરવું પડતું. ક્યારેક તો એવું પણ થતું કે આખી કથાની જેને પૂરી ખબર હોય તેને જ પાછળના ભાગમાં થયેલો સંક્ષેપ સમજાતો અથવા આખ્યાન કે રાસ રજૂ કરતી વખતે કથા વૃત્તાન્તનો ખૂટતો એ ભાગ કથાકાર પોતે મૌખિક રીતે સમજાવી દેતા. આથી વાચકને કથા વૃત્તાન્તની ખબર છે એમ માનીને કથાકાર ક્યાંક ક્યાંક સંક્ષેપ કરી લેતા, તો ક્યાંક ક્યાંક અજાણતાં પણ એવો સંક્ષેપ થઈ જતો. કવિ વિજ્યશેખરની આ રાસકૃતિમાં કેટલેક સ્થળે એવું થયું છે. ઉ.ત. દધિપર્ણ રાજા અને કુબજ (નળ) રથમાં બેસીને કુંડિનપુર આવતા હોય છે. ત્યારે રસ્તામાં પોતપોતાની વિદ્યા એકબીજાને આપે છે એ પ્રસંગનું વર્ણન ફક્ત બે જ લીટીમાં એમણે કર્યું છે. જુઓ :
ક્લ પાડી ગણતી કરી સંખ્યા કુબજિ નામ,
અકિલા દઈ રાઈ નઈ, ગણિતકલા લઈ વામ. એવી જ રીતે નળદવતીનું પુનર્મિલન થાય છે એ પ્રસંગે પિંગળદેવ આવીને
વિજયશેખરસ્કૃત ‘નલદવદતી પ્રબંધ'
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org