________________
જ વખત રાસમાં કર્યો છે અને તે બીજા ખંડને અંતે અન્ય સાધનો દ્વારા તેમની ગુરુપરંપરા આ પ્રમાણે જાણવા મળે છે. વેલરાજ-લાભ-શેખર-કમલશેખરસત્યશેખર-વિવેકશેખરવિજયશેખર (અંચલગચ્છ દિગ્દર્શન પૃ.૪૯૦)
કવિએ પોતાના નામનો ઉલ્લેખ પ્રત્યેક ઢાળને અંતે કર્યો છે. એમાં કેટલેક સ્થળે મુનિ તરીકે અને એકાદ સ્થળે બીજા ખંડની પાંચમી ઢાલને અંતે) ગણિ તરીકે ઉલ્લેખ થયો છે. આ ઉપરથી જણાય છે કે કવિને આ રાસની રચના વખતે ગણિની પદવી મળી ચૂકી હતી. સામાન્ય રીતે દીક્ષા પછથી દસેક વર્ષે ગણિની પદવી અપાય છે. એ ઉપરથી જણાય છે કે વિ. સં. ૧૬૭૨માં કવિના દીક્ષા પર્યાયનાં ઓછામાં ઓછાં દસેક વર્ષ થયાં હશે. કદાચ તેથી વધુ પણ થયાં હોય. આ રાસ રચનાની પ્રૌઢિ જોતાં પણ લાગે છે કે કવિએ આ રચના પૂર્વે ઠીક ઠીક શાસ્ત્રાભ્યાસ કરી લીધો હશે!
કવિ વિજયશેખરના જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેઓ અચલગચ્છમાં શ્રી કલ્યાણસાગરસૂરિની પરંપરામાં થઈ ગયા. શ્રી વિજયશેખર બહુ અભ્યાસી કવિ હતા. વળી તેમના ગુરુબંધુ શ્રી ભાવશેખર પણ સારા કવિ હતા. ભાવોખરે પોતાની રાસકૃતિ “રૂપસેન ઋષિરાસ' (નવાનગરમાં સં. ૧૬ ૮૩)માં અંતે પ્રશસ્તિમાં ઋણસ્વીકાર કરતાં લખ્યું છે : “વિજયશેખર સાહિજ મિલિઉ, તિણિ કરી જોડી અભંગ રે.”
ગણિ વિજયશેખરે આ રાસમાં આરંભમાં કે અંત ભાગમાં પોતે આ કૃતિની રચના માટે કયા ગ્રંથનો આધાર લીધો તેનો કશો નિર્દેશ કર્યો નથી. સામાન્ય રીતે જૈન પાંડવપુરાણમાં અથવા નેમિચરિત્રમાં અંતર્ગત રહેલી નલદવદતીની કથાનો આધાર જૈન પરંપરાના કવિઓ લેતા રહ્યા છે. કવિ વિજયશેખરે એવો કોઈ ગ્રંથનો આધાર લીધો હશે અથવા પુરોગામી કવિની રાસકૃતિનો આધાર લીધો હશે. પરંતુ તેમણે એવો કોઈ ઉલ્લેખ પોતાની રાસકૃતિમાં કર્યો નથી.
કવિના સમયમાં રાસનું કાવ્ય સ્વરૂપ ઠીક ઠીક વિકાસ પામ્યું હતું. સત્તરમાં સૈકામાં નલદવદંતીના કથાનક વિશે છ-સાત રાસકૃતિઓ સાંપડે છે. એ ઉપરથી જણાય છે કે એ જમાનામાં સુખદુઃખની ઘટનાઓથી સભર એવું આ રસિક કથાનક ઘણું લોકપ્રિય બની ગયું હશે.
કવિએ આ સુદીર્ઘ રાસકૃતિમાં નલદવદતીની કથાને, જૈન પરંપરાની મૂળ કથાને બરાબર વફાદાર રહીને વર્ણવી છે. જૈન પરંપરાની નળદેવદતીની કથામાં નળ અને દવદંતીના પૂર્વ ભવની વાત પણ આવે છે અને નળદેવદતીના પછીના ભવની પણ વાત આવે છે. કવિએ એ રીતે સમગ્ર કથાનું સવિગત નિરૂપણ આ
૨૦૬ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org