________________
કવિ વિજયશેખરની આ આરંભકાળની રચના જણાય છે. કવિએ આ રચના લાહપુર (અથવા રાડદ્રહપુરા)માં કરી છે. કવિએ રાસમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે આ સ્થળ મરુભૂમિમાં – મારવાડમાં આવેલું છે. વળી આ સ્થળે મુખ્ય જિનમંદિરમાં ગોડી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મૂળનાયક તરીકે છે. ગોડી પાર્શ્વનાથની પ્રતિમા મૂળ સિંધમાં ગોડ નામના નગરમાં હતી. એટલે તો એ ગોડી પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. તે સમયથી આ પ્રતિમા અત્યંત ચમત્કારિક મનાય છે. એટલે કાળના પ્રવાહમાં વિભિન્ન કારણોને લીધે એ પ્રતિમાનું સ્થળાંતર થતું રહ્યું છે. હાલમાં આ પ્રતિમા બનાસકાંઠામાં વાવ નગરના જિનમંદિરમાં છે.) એટલે આ પ્રતિમા જ્યારે લોદ્રહપુરામાં હશે ત્યારે કવિએ આ રાસની રચના કરી હતી. આ લોદ્રહપુરા તે કયું નગર ? એ રાજસ્થાનમાં છે એ કવિના નિર્દેશ પરથી સ્પષ્ટ જ છે. રાસના બીજા ખંડનો આરંભ કરતાં કવિ લખે છે :
શ્રી મચ્છુ મંડલિ ગુણનિલઉ શ્રી ગુડી પ્રભુ પાસ;
પરતાપુરણ પ્રગટ મલ સેવ કરિ સુર જાસ. પહેલા ખંડને અંતે કવિ લખે છે:
સંઘ લાટિદ્વહનું દીપતઓ એ શ્રી ગુડી પાસ પ્રસાદી
સુખ સંતાન ધરઈ રઈં એ કમલાવાસસવાદિ. રાસમાં એક સ્થળે લાટિદ્રહ અને બીજે સ્થળે રાડદ્રહપુરા એવો ઉલ્લેખ થયો છે. આ રાસની એક જ હસ્તપ્રત મળતી હોવાથી પાઠાંતરો અને અધિકૃત વાચનાનો પ્રશ્ન રહે છે. પરંતુ લાટિદ્રહપુર એટલે જેસલમેર પાસેનું લોઢવા હશે કે કેમ એવો પ્રશ્ન થાય. વધુ માહિતી મળતાં એના ઉપર વિશેષ પ્રકાશ પડી શકે.
કવિએ આ રચના વિક્રમ સંવત ૧૬૭૨માં કરી છે. કવિએ રચના સાલ તથા માસ, પક્ષ, વાર અને નક્ષત્ર પણ જણાવ્યાં છે. પરંતુ રાસની આ પંક્તિઓમાં તિથિ જણાવી નથી. કવિ તિથિનો નિર્દેશન ન કરે એવું બને નહિ. રાસની બીજી હસ્તપ્રત મળે તો તિથિ વિશે નિર્ણય થઈ શકે. અલબત્ત, જ્યોતિષશાસ્ત્રનો આધાર લઈ વર્ષ, માસ, પક્ષ, વાર અને નક્ષત્ર ઉપરથી પણ તિથિ નીકળી શકે.
- કવિ પોતે અચલગચ્છનાં છે. જે સમયે રાજસ્થાનમાં ખરતરગચ્છનું જોર વધારે હતું તે સમયે કવિએ રાજસ્થાનમાં રહીને આ રાસની રચના કરી છે. કવિએ રાસમાં દરેક ખંડને અંતે પોતાના દાદાગુરુ શ્રી કલ્યાણસાગરસૂરિનો નિર્દેશ કર્યો છે અને પોતાના ગુરુ શ્રી વિવેકશેખર ગણિનો ઉલ્લેખ કર્યો છે. કવિએ શ્રી કલ્યાણસાગરસૂરિથી પોતાના સુધીની પારપરંપરા નથી આપી, પણ પોતાના ગુરુ શ્રી વિવેકશખરને શ્રી કલ્યાણસાગરસૂરિના પક્ષના-સમુદાયના તરીકે ઓળખાવે છે. કવિએ શ્રી વિશ્વકશેખર ગણિના ગુરુ વાચક શ્રી સત્યશેખરનો ઉલ્લેખ ફક્ત એક
વિજયશે બરકૃત નલદવદતી પ્રબંધ’ ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org