________________
૧૦.
વિજયશેખરકૃત નલદવદંતી પ્રબંધ'
કવિની વિજયશેખર વિક્રમના સત્તરમા સૈકાના એક સમર્થ જૈન કવિ છે. તેઓ અચલગચ્છના હતા. જૈન ગુર્જર કવિઓમાં નોંધ છે તે પ્રમાણે તેમણે “કયતન્ના રાસ' (વૈરાટપુરમાં – સં. ૧૬૮૧), “સુદર્શન રાસ (સં. ૧૬૮૧), ‘ચંદ્રલેખા ચોપાઈ (નવાનગરમાં – સં. ૧૬ ૮૯), “ત્રણ મિત્રકથા ચોપાઈ' (રાજનગરમાં – સં. ૧૬૯૨), ચંદરાજા ચોપાઈ (ભિન્નમાલ પાસે મોર નામના નગરમાં – સં. ૧૬ ૯૪),
ઋષિદત્તા ચોપાઈ ભિન્નમાલમાં – સં. ૧૭૧૭) તથા “ગૌતમસ્વામી લઘુ રાસ' વગેરે રાસકૃતિઓ ઉપરાંત જ્ઞાતાસૂત્ર બાલાવ બોધની રચના કરી છે. તેમણે રચેલી ઘણીકરી કૃતિઓ હજુ અપ્રકાશિત છે. પરંતુ આ એક રાસકૃતિ “નલદવદંતી પ્રબંધ'નાં આધારે પણ કહી શકાય કે તેમની પાસે કવિતાની રચના કરવાની શક્તિ ઘણી સારી છે.
કવિ વિજયશેખર ગણિએ આ “નલદવદંતી પ્રબંધ'ની રચા વિ. સં. ૧૬ ૭૨માં લાદ્રહાપુર (અથવા પાઠાંતર પ્રમાણે રાડદ્રહાપુર)માં ફાગણ વદમાં રવિવારને દિવસે પૂર્ણ કરી હતી. કવિ પોતે રાસની અંતિમ ઢાલમાં લખે છે : સોલહસઈ બિહોતર સારઈ
ફાગણ વદિ રવિવારઈ બે; સુંદર ઊડૂ વિશાખા ચંદઈ.
રચિઉ સંબંધ આણંદઈ બે. રાડકહાપુરા સંઘ સોભાગી
દીઠા મઈ ધમરાગી બે ભણતાં સુણતાં મંગલમાલા
વિજયશેખર સુવિઘલા બે
૨જ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org