________________
મૂક્યાં છે. એકાદ સ્થળે લીટી મૂળ પ્રતમાં નથી (૧૦૧૫) એમ પણ બતાવ્યું છે એટલું જ નહિ, બૃહત્ કાવ્યદોહન'ને માટે તૈયાર કરી આપેલી નકલ તે બીજી હસ્તપ્રત ૫૨થી છે એવું બતાવવા પાઠાંતરો પણ ઉપજાવી કાઢ્યાં છે અને ૨૬ કડવાં સુધી મહાભારત પ્રમાણે બરાબર કથા આપ્યા પછી આગળ કથા લંબાવવા જતાં બીજાં છ-સાત કડવાં રોકવાં પડે અને ભાલણના સમયમાં ભાલણ કે એના સમકાલીન બીજા કવિએ એટલી લાંબી રચના કરી નથી માટે દસેક કડીમાં કથા આટોપી કડવાંની સંખ્યા વધતી અટકાવી છે. આમ, ઉતાવળ કરવાને માટે કદાચ બીજું બહા૨નું પણ કોઈ કારણ હોઈ શકે પરંતુ આવી છેલ્લે કરેલી ઉતાવળ તથા એકંદરે પોતાની સામાન્ય કક્ષાની કૃતિ છે તેને કારણે ભાલણને નામે આ રચના કરતી વખતે ભાલણે ‘નળાખ્યાન’ની રચના કરી છે એવી માહિતી આ નળાખ્યાનકા૨ અને સંપાદકોને હોવી જ જોઈએ અને એટલા માટે આ ભાલણનું બીજું નળાખ્યાન છે એવી વાત વહેતી મૂકવામાં આવે અને બીજી વારની રચના કરવા માટે કારણ કલ્પી કાઢવામાં આવે તો જ આ કૃતિ વિશે બહુ શંકા ઊભી થાય નહિ એવો તર્ક તેમણે દોડાવ્યો લાગે છે. અને એ તર્ક પોતે રજૂ કરે તેનાં કરતાં કવિની કૃતિમાં જ, કવિના શબ્દોમાં જ આવી જાય તો તે વધારે પ્રમાણભૂત લેખાય માટે તેમણે તે માટે છેલ્લા કડવામાં એવી પંક્તિઓ યોજી કાઢી. આથી જ ઉતાવળથી કથા પૂરી કર્યા પછી આ છેલ્લા કડવાની રચનામાં નિરાંત બતાવાઈ છે. આ નળાખ્યાન’નાં આગળનાં બધાં કડવાંની શૈલી કરતાં આ કડવાની શૈલીમાં પ્રૌઢી વધારે જોવા મળે છે એ પરથી લાગે છે કે આ છેલ્લું લશ્રુતિનું કડવું કદાચ બીજી કોઈ વ્યક્તિને હાથે લખાયું હોય. આ છેલ્લા કડવામાં ભાલણનાં અને પ્રેમાનંદનાં આખ્યાનોની ફળશ્રુતિના કેટલાક શબ્દો ગોઠવીને પંક્તિઓ યોજવામાં આવી છે એવું લાગે છે. આમ, ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું કર્તૃત્વ ભાલણનું નથી પણ અર્વાચીન સમયનું છે એમ આથી સિદ્ધ થાય છે.
પ્રાચીન કાવ્યમાળા’માં પ્રગટ થયેલાં પ્રેમાનંદનાં કહેવાતાં નાટકોની બનાવટમાં સંડોવાયેલી વ્યક્તિઓમાંની એક વ્યક્તિ તે છોટાલાલ નરભેરામ ભટ્ટ છે. ત્રિપાઠી ઍન્ડ કું.એ ઈ. સ. ૧૮૮૮માં પ્રગટ કરેલ ‘મહાભારત’ના ગુજરાતી ભાષાંતરમાં ભાષાન્તરકાર તરીકે છોટાલાલ નરભેરામ ભટ્ટનું નામ છે. ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનની રચના કરનાર અર્વાચીન કવિ-લેખકે આ ભાષાંત૨ પોતાની નજર સમક્ષ રાખ્યું છે. બલ્કે એકમાત્ર એનો જ આધાર લીધો છે. આથી એક સંભવ એવો છે કે ખુદ છોટાલાલ નરભેરામ ભટ્ટે પોતે જ પોતાના ભાષાંતરના આધારે આ બનાવટી નળાખ્યાનની રચના કરી હોય !
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'નું પગેરું ૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org