________________
१० यानि शिल्पानि लोकेऽस्मिन् यच्चैवान्यत् सुदुष्करम् । सर्व यतिष्ये तत्कर्तुमुतुपर्ण भरस्व माम् ॥
૬૭-૪ वस बाहुक भद्रं ते सर्वमेतत् करिष्यामि । शीघ्रयाने सदा बुद्धिर्धियते मे विशेषतः ॥ स त्वमातिष्ठ योगं तं येन शीघ्रा हया मम । भवेयुरश्रवाध्यक्षोऽसि वेतनं ते शतं शताः ॥ ૬૭-૬
મહાભારત) હું આ જગતમાં જેટલી જાતનાં શિલ્પકામો છે તે બીજા કોઈથી ન બની શકે એવાં કામ વિશે પણ તમારે ત્યાં રહીને યત્ન કરીશ. માટે તમે મારું ભરણપોષણ કરો.” ઋતુપર્ણે કહ્યું કે, હે બાહુક ‘તારું કલ્યાણ થાઓ ને હું તારા કહેવા પ્રમાણે સર્વ કરીશ એમ મને ભરોસો છે. પણ મારા રથના અશ્વો ઘણા જલદીથી ચાલે એવી મને બુદ્ધિ સદૈવ રહે છે. માટે તું જેવી રીતે મારા અશ્વો ઘણા જલદીથી ચાલે એવો ઉપાય કર. હું તને એક માસના દશ હજારના સિક્કા પ્રમાણે પગાર આપીશ.”
(ભાષાંતર)
શિલ્પકામ જાણે અમિ રે, બીજાં જાણું ઘણાં હું કામ; ભરપોષણ કરી રાખશો રે, તો હું રહું આ બમ. ૨૪-૫
તુપર્ણ કહે સુખે રહો રે, મનગમતું કરીશ કાજ; પણ અશ્વ રચના ચાલે ઘણા રે ઈમ કરજો કહે જ. ૨૪-૬ દશ સહસ નિષ્ક તુજને રે, હું આપું પ્રતિ માસ; વાય આદિ સારથિ રે, સહુ થાશે તારા ઘસ. ૨૪-૭
(નળાખ્યાન) અહીં ભાષાન્તરકારે ભાષાન્તરમાં એક માસના એવા શબ્દો પોતાના તરફથી ઉમેર્યા, તેને અનુસરી ‘નળાખ્યાનકારે પણ પ્રતિ માસ’ શબ્દો મૂક્યા.
આ પછી ઋતુપર્ણ બાહુકને અક્ષવિદ્યા આપે છે ત્યાંથી તે અંત સુધી નળાખ્યાનકારે દસેક કડીમાં કથા આટોપી લીધી છે એટલે તેમાં ભાષાન્તર સાથે કશું સરખાવવાનું રહેતું નથી.
આ પુરાવા પછી ‘નળાખ્યાનકારે પોતાની કૃતિની રચના મહાભારતના આ અર્વાચીન સમયના ભાષાન્તર પરથી કરી છે એ વિશે કોઈને જરા સરખી પણ શંકા રહેશે નહિ. ‘નળાખ્યાન'કારે કૃતિને પ્રાચીન બનાવવાનો સભાન પ્રયત્ન કર્યો છે (અથવા એમાં બીજા કોઈની મદદ લેવાઈ પણ હોય) એ માટે સ્થળેથળે સાચાંખોટાં જૂનાં શબ્દરૂપો મૂક્યાં છે. દરેક કડવાને અંતે ભાલણ પ્રભુ રઘુનાથ' એવા શબ્દો
૨૦૨ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org