________________
તેને લઈ ત્યાંથી અગ્નિ વગરના સ્થાનક પ્રત્યે ગયો. પછી જ્યારે તેણે અગ્નિથી મુકાવેલા નાગને ત્યાગ કરવાની મરજી કરી ત્યારે કર્કોટક ફરીથી બોલ્યો કે હે નિષધ દેશના રાજા નળ, તું પૃથ્વી ઉપર થોડેક સુધી પોતાનાં પગલાં ગણતાં ગણિત કર જેથી હું તારું શ્રેય થાય એમ કરીશ.'
(ભાષાંતર)
સુણ યુધિષ્ઠિર મહારાજ જી, કહે નળરાજાનું કાજી, કાજ કહું નળ નૃપતણું સુણે હો ભૂપાળ;
તજી વનમાં તારૂણી ગયો ક્યાંહી નૃપાળ.
ઈંક વનમાં ગયો રાજા, દવ બળતો ત્યાંહી;
‘નળ દોડ' એવો શબ્દ સુણિયો ભય પામીશ નહિ મનમાંહિ એમ કહીને અગ્નિમાં પડ્યો નળ ભૂપાળ; ફ્સાવાળો નાગ કંપે કહે કાઢ હૈ દયાળ. કકોંટક છે નામ મારું મેં છળ્યો નારદ મુન્ય; શાપ દીધો તેમણે હર્યું મારું સુખ પુણ્ય. સ્થિર રહીશ એમ ભાખિયા, અટકે નળનો હાથ; ઉંચકીને લઈ જશે નળરાય તુંને સાથ.
ત્યારે મુક્ત થઈશ તું શાપથી ઈમ નારદે કહ્યું વચન; ચાલવા સમર્થ નથી હું ઉંચક હે રાજન. અગ્નિથી રક્ષા કરો, અહો નળ નૃપાળ; હું શ્રેય કરીશ કઈ તાહરું વળી મિત્ર થઈશ ભૂપાળ, મુજ સમગ્ર કો સર્પ નહિ, જો લઘુરૂપ કરું હું રાય; અગ્નિથી લઈ બાર મૂકો કાર્ય મારું થાય. અજાતશત્રુ સાંભળો, થયો કર્કોટક લઘુરૂપ; પ્રવર જેવડું સ્વરૂપ જોઈ, હરખ્યો મનમાં ભૂપ, વન્તિ વિનાને સ્થાન ચાલ્યો લઈ કરમાં નાગ; મૂકવા મન કરે રાજા, કર્કોટક બોલ્યો હે મહાભાગ, નિષધ દેશના રાયજી થોડી ગતિ કરો દયાળ; શ્રેય થાશે તાહરું ઇમ કરીશ હું ભૂપાળ. (કડવું ૨૩ કડી ૧-૧૨) (નળાખ્યાન) અહીં બીજા સામ્ય ઉપરાંત પ્રવર' શબ્દ ઘણો મહત્ત્વનો છે. મહાભારતમાં એ નથી. ભાષાન્તરકારે એ ખોટો શબ્દ વધારાનો મૂક્યો છે તેને અનુસરી ‘નળાખ્યાન’કારે પણ મૂક્યો છે.
ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું પગેરું ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org