________________
લાગી કે મેં વૃદ્ધ પુરુષો પાસેથી દેવતાઓનાં જે ચિહ્નો સાંભળ્યાં છે તે આ પૃથ્વી ઉપર ઊભેલા પાંચે જણાઓથી કોઈને વિશે દેખાતાં દેખાતાં નથી ! હે રાજન ! પછી દમયંતીએ મનમાં નિશ્ચયયુક્ત વારંવાર ઘણો વિચાર કરી દેવતાઓને શરણે જવું એમ માની, વાણી તથા મને કરીને તેમને નમસ્કાર કરી, દેવતાઓની સામે હાથ જોડીને, થરથર કાંપતાં કહ્યું કે, “હે દેવતાઓ, હું જેવી રીતે હંસ પક્ષીઓનાં વચન સાંભળીને નળરાજાને વરી છું, જેમ મારી વાણી તથા મને કરીને બીજા પતિની ઇચ્છા કરતી નથી, જેમ દેવતાઓએ મારો પતિ નિષધ દેશનો રાજા નળ નિર્માણ કર્યો છે તથા જેવી રીતે મેં નળરાજાની પ્રાપ્તિ થવા સારુ સ્વયંવરરૂપી વપ્રારંભ કર્યું છે, તે મારા સત્યપણાએ કરીને, તમે મને નળરાજાની પ્રાપ્તિ કરાવો. હે મોટા ઈશ્વરો ! જેમ હું પવિત્ર, યશવાન નળરાજાને જ ઓળખું તેમ તમો પોતપોતાનાં સ્વરૂપ ધારણ
કરો.”
(ભાષાંતર) નામ ગુણનું વર્ણન કરતા, ભાટ સાથે જે રે, ૧૩-૧૨ દમયંતીએ નિરખિયા, પંચાકૃતિ નળ એક રે; વારંવાર અવલોકિયું, નવિ રૂપમાં મીનમેખ રે. ૧૩-૧૩ નળરાય ન ઓળખ્યો નારી પામી દુઃખ રે; નળતણું ચિંતવન કરે, દેવ પમાડો સુખ રે. ૧૩-૧૪ દેવ નળ હું કિમ લહું ઈમ કરે તર્ક અપાર રે; ચિંતવન કરતી ચતુરા વળી વળી, રહે ન સાચો સાર રે.૧૩-૧૫ વૃદ્ધ સાધુ મુનિ થકી, સુર્યા સુરનરનાં ચિહ્ન રે; પંચમાં તિ નવિ જણાઈ નહિ કોઈ ભિન્ન રે. ૧૩-૧૬ વારંવાર નિશ્વાસ મૂકી કર્યો ઘણો વિચાર રે; શરણ જાવું દેવને ધરી, ર્યો છિ નમસ્કાર રે. ૧૩-૧૭ થરથર કંપે કામિની, દીન સ્વરે બોલી બાળ રે; હે દેવના સહુ દેવ આવ્યા દેખાડો નળ ભૂપાળ રે. ૧૩-૧૮ હંસપક્ષીએ જે કહ્યો હું વરી નળ નિઃસંદેહ રે; મનવાણીથી ન અન્ય ઈચ્છું સત્ય કરો ઉજેહ રે. ૧૩-૧૯ સ્વયંવરનું વ્રત કીધું, પામવા નળ ભૂપ રે; પૂજન કરી હું દેવ પ્રણમું પ્રસન્ન થાઓ અનુપ રે. ૧૩-૨૦ વ્રત કરી પ્રાપ્તિમાં આપો નળ નરેશ રે; નળરાયને હું ઓળખું ઈમ કરો સર્વેશ રે. ૧૩-૨૧ ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'નું પગેરું જ ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org