________________
તો ૨૬મા કડવાને અંતે અને ૨૭માં કડવામાં. ૨૮મા કડવામાં નહીં. ઋતુપર્ણની ગણિતવિદ્યાના પ્રસંગ પછી ત્યાંથી આગળની કથાનું નિરૂપણ ભાલણે ૧૧૫ જેટલી કડીમાં કર્યું છે તે આ બીજા નળાખ્યાનના કવિએ માત્ર દસ કડીમાં કર્યું છે.
આખ્યાનના સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો એક મહત્ત્વનો તફાવત એ જણાય છે કે ભાલણના પોતાના નળાખ્યાન'માં કે એના બીજા કોઈ આખ્યાનમાં આખું કડવું સળંગ દોહરામાં લખાયેલું નથી. આ બીજા ‘નળાખ્યાનમાં ૨૬મું આખું કડવું દોહરામાં લખાયેલું છે. વળી, ભાલણ પોતાનાં આખ્યાનોમાં ક્યાંય રચ્યાસંવત આપતો નથી. આ બીજા નળાખ્યાન'ની પ્રા. કા. માળાની વાચનામાં તેની સાલ આપી છે.
આમ, આ બંને “નળાખ્યાન' જો ભાલણે જ રચ્યાં હોય તો આટલા મોટા પ્રમાણમાં ભાષાફેર, શેલીફેર, વિગતફેર, વસ્તુફેર અને સ્વરૂપફેર કઈ રીતે હોઈ શકે? અને ગમે તેટલી ઉતાવળમાં લખ્યું હોય તો પણ બંને કૃતિઓની ગુણવત્તામાં આટલો બધો ફેર કઈ રીતે પડે કે જેથી પ્રથમની કૃતિનો જરા સરખોયે કાવ્યગુણાંશ બીજી કૃતિમાં આવે જ નહિ ? આ પરથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે આ બંને ‘નળાખ્યાનનો’નું કર્તુત્વ ભિન્ન ભિન્ન વ્યક્તિઓનું છે એટલે કે બીજા “નળાખ્યાન'નું કર્તુત્વ ભાલણનું નથી જ.
તો આ બીજું નળાખ્યાન' મધ્યકાલીન કોઈ કવિએ પોતે રચીને ભાલણને નામે ચડાવી દીધું કે અર્વાચીન સમયની કોઈ બનાવટ છે ? નીચે આપેલા એક વિશેષ નવા પુરાવાથી પુરવાર થાય છે કે ભાલણનું કહેવાતું આ બીજું નળાખ્યાન એ અર્વાચીન સમયથી એક બનાવટ છે.
આ બીજું ‘નળાખ્યાન' મણિશંકર મહાનંદ ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ સૉલિસિટરની સહાયથી તૈયાર કરાવેલ અને ત્રિપાઠી એન્ડ કે.એ ઈ. સ. ૧૮૮૮માં પ્રગટ કરેલ મહાભારતના ગુજરાતી ભાષાંતર પરથી રચવામાં આવ્યું છે. એ મૂળ સંસ્કૃત મહાભારતની નવલકથા, એનું ગુજરાતી ભાષાંતર અને ‘નળાખ્યાન'ની કડીઓ સરખાવતાં અચૂક પુરવાર થયેલું જણાશે. અહીં આપણે આખું નળાખ્યાન સરખાવી શકીએ એટલો અવકાશ નથી માટે તેમાંથી થોડીક અત્યંત મહત્ત્વની પંક્તિઓ સરખાવી જોઈશું. તેમાં પ્રથમ લઈશું મહાભારતની પંક્તિઓ, પછી ગુજરાતી ભાષાંતરની પંક્તિઓ અને પછી ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનની પંક્તિઓ : १. एवमुक्तः स शक्रेण नल: प्राग्जलिरब्रवीत् । एकार्थ समुपेतं मां न प्रेषयितुमर्हथ. ॥
૬૬-૭
ભાલણના કહેવાતા બીજા “નળાખ્યાનનું પગેરું જ ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org