________________
કરે છે. ભાલણ, નાકર અને પ્રેમાનંદ આરણ્યક પર્વનો ઉલ્લેખ કરે છે. આ બીજા નળાખ્યાનમાં આવો કંઈ નિર્દેશ કર્યા વિના જ સીધી કથા ચાલુ થાય છે.
- ભાલણના ‘નળાખ્યાનમાં નળ અને દમયંતીનાં પાત્રોનું આલેખન જેવું થયું છે તેની સરખામણીમાં આમાં તે તદ્દન ફિકકું થયું છે. તેવી રીતે હંસને પકડવાનો નળનો અને પછી દમયંતીનો પ્રસંગ ભાલણે જેવી સારી રીતે આલેખ્યો છે તેની સાથે આ ‘નળાખ્યાન'ના પ્રસંગો સરખાવવા જેવા જ નથી.
મહાભારતમાં દમયંતીની સખીઓ એની આ વિરહવ્યથાની વાત ભીમ રાજાને કરે છે. ભાલણે પોતાના નળાખ્યાનમાં લખ્યું છે કે પુત્રીની વિરહવ્યથાની વાત ભીમરાજાને કાને આવી, એને બદલે આ બીજા નળાખ્યાનમાં લખ્યું છે કે “દમયંતીની વિરહવ્યથા જોઈ દાસીએ ભીમરાજાને કહ્યું કે દમયંતીને નળ પ્રત્યે પ્રેમ થયો છે. માટે એને એની સાથે પરણાવો !”
ભાલણે પોતાના નળાખ્યાનમાં દેવોની વાત આવતાં બે-ત્રણ સ્થળે રંભા, ઉર્વશી, મેનકા, ધૃતાચી, પુલોમિ, પબદ્વારા વગેરે અપ્સરાઓનો ઉલ્લેખ કર્યો છે. આ બીજા નળાખ્યાનમાં તેનો ક્યાંયે ઉલ્લેખ નથી.
- ભાલણના “નળાખ્યાન માં દેવોના દૂત તરીકે નળ જાય છે એ પ્રસંગનું મૌલિક નિરૂપણ થયું છે. આ બીજા ‘નળાખ્યાનમાં તે મહાભારતને અનુસરીને આપવામાં આવ્યું છે. ભાલણના નળાખ્યાનમાં નળ પોતાનું કે પોતાના પિતાનું નામ તરત આપતો નથી. આ ‘નળાખ્યાન'માં તે મહાભારત પ્રમાણે તરત નામ આપે છે.
- ભાલણના ‘નળાખ્યાનમાં સ્વયંવરમાં દમયંતીને રાજાઓનો પરિચય એની સખી આપે છે. આ નળાખ્યાન'માં ભાટ આપે છે.
ભાલણના ‘નળાખ્યાનમાં કલિ નળની વાડીમાં આવેલા એક બહેડાના વૃક્ષમાં આશ્રય લે છે. આ ‘નળાખ્યાનમાં તે પ્રમાણે નથી. ભાલણના ‘નળાખ્યાનમાં પુષ્કરને ઘુતમાં રોજેરોજ જીતેલું ધન લઈને રાતના પોતાના આશ્રમે જતો બતાવ્યો છે. આ બીજા “નળાખ્યાન'માં તે પ્રમાણે બતાવ્યું નથી.
ભાલણના નળાખ્યાન'માં ઋતુપર્ણ જે ફળ અને પત્રની સંખ્યા બતાવે છે તેના કરતાં આ ‘નળાખ્યાનમાં બતાવેલી સંખ્યા જુદી છે.
ભાલણના નળાખ્યાન'માં પુનર્મિલન પછી નળ ભીમ રાજાને ત્યાં એક સંવત્સર રહે છે, આ “નળાખ્યાન' પ્રમાણે તે ઘણાં વર્ષ રહે છે.
ભાલણનું “નળાખ્યાન' ત્રીસ કડવાંનું છે. આ ઉતાવળે લખાયેલું કહેવાતું નળાખ્યાન ૨૮ કડવાંનું છે. એમાં ખરેખર જો ક્યાંય ઉતાવળ કરવામાં આવી હોય
૧૯૦ જે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org