________________
વિચારોની જે મૌલિક કલ્પના બતાવી છે તેનું નળાખ્યાનમાં નામનિશાન નથી. બીજી બાજુ, બીજા નળાખ્યાનમાં આવતી “રતિયુદ્ધની, વિહાર વૃક્ષના ફળની' કે “માખણ તાવવાની મૌલિક કલ્પનાનું ભાલણના પહેલા નળાખ્યાનમાં ક્યાંય નામનિશાન મળતું નથી. આ થઈ મૌલિક કલ્પનાની વાત. નૈષધીયચરિત'માંથી ભાલણે પોતાના નળાખ્યાનમાં જે સંખ્યાબંધ કલ્પનાઓ લીધી છે તેમાંની એક પણ કલ્પના બીજા નળાખ્યાનમાં જોવા મળતી નથી. પહેલી વારની કૃતિમાં નૈષધીયચરિત'ની આટલી બધી છાપ હોય અને બીજી વારની કૃતિમાં તે બિલકુલ ન હોય એ કઈ રીતે સંભવી શકે?
આ ઉપરાંત, ભાલણે પોતાના નળાખ્યાન'માં મહાભારતની મૂળ કથામાં ન હોય એવા જે કેટલાક નાના મૌલિક પ્રસંગો ઉમેર્યા છે તેમાંનો એક પણ આ બીજા ‘નળાખ્યાન'માં નથી. અગ્નિશર્મા નામના બ્રાહ્મણ-પથિકનો પ્રસંગ, પુષ્કર બળદ લઈ ધૂત રમવા આવે છે તે પ્રસંગ, દમયંતી હંસ ઉપર ઓઢણી નાખે છે તે પ્રસંગ, નળને શોધવા માટે દમયંતી સખીઓ સાથે હાથાજોડી કરે છે તે પ્રસંગ – આવા કેટલાક પ્રસંગો ભાલણે નળાખ્યાનમાં જે મૂક્યા છે તે આ બીજા ‘નળાખ્યાનમાં નથી.
વળી, મૂળ મહાભારતની કથા સમજવામાં ભાલણે પોતાના નળાખ્યાનમાં ભૂલ ન કરી હોય તો આ બીજી વારના “નળાખ્યાન'માં કરે ખરો? પહેલી વાર યમ, વરુણ અને હુતાશન એ ત્રણ દેવો ઈન્દ્ર પાસે આવ્યા એમ લખનાર ભાલણ બીજી વારના ‘નળાખ્યાનમાં યમ, વરુણ અને ચંદ્ર લખે ખરો?પહેલી વારના નળાખ્યાનમાં “દશ સહસ્ત્ર વેતન પરઠિયું' લખનાર ભાલણ બીજી વારના નળાખ્યાન'માં દશ સહસ્ત્ર નિષ્ક તુજને રે, હું આપું પ્રતિ માસ' એમ લખે ખરો ? મહાભારતના તો નહિ, પણ ખુદ ભાલણના પોતાના સમયમાં પણ માસિક પગાર આપવાનો રિવાજ નહોતો ત્યારે આ કઈ રીતે લખી શકે? પહેલી વાર, મહાભારત પ્રમાણે, ઋતુપર્ણની પાસાની અને ગણિતની વિદ્યાને એક ગણનાર ભાલણ બીજી વારના ‘નળાખ્યાનમાં ભૂલથી બે વિદ્યા કઈ રીતે ગણાવી શકે ?
આ ઉપરાંત, ભાલણના નળાખ્યાન' અને આ કહેવાતા બીજા નળાખ્યાન વચ્ચે નીચેની કેટલીક બાબતોમાં તફાવત જોવા મળે છે :
ભાલણે પોતાના નળાખ્યાનમાં ગુરુ અને સરસ્વતીને પ્રણામ – એક જ પંક્તિમાં કર્યા છે. આ ઉતાવળે લખાયેલા કહેવાતા બીજા ‘નળાખ્યાન'માં પાર્વતી, શંકર, ગણપતિ અને સરસ્વતીને બાવીસેક જેટલી પંક્તિમાં કવિ પ્રણામ કરે છે.
સામાન્ય રીતે આખ્યાનકારો આખ્યાનનું કથાવસ્તુ ક્યાંથી લીધું છે તેનો નિર્દેશ
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનનું પગેરું ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org