________________
આમ શ્રી કે. કા. શાસ્ત્રીનો અભિપ્રાય હવે બદલાયો છે. પરંતુ તેમણે આ બીજા નળાખ્યાનના કર્તુત્વ વિશે વિશેષ કંઈ સ્વતંત્ર વિચાર કર્યો નથી. ભાલણના પહેલા નળાખ્યાન સાથે એમણે આ બીજું નળાખ્યાન સરખાવી જોયું નથી અને સ્વ. રામલાલ મોદીએ વ્યક્ત કરેલી શંકા ઉપરાંત તેમણે એક પણ નવું પ્રમાણ પોતાના અભિપ્રાયના સમર્થનમાં આપ્યું નથી. સ્વ. રામલાલ મોદીએ પણ આ નળાખ્યાનના કર્તુત્વ વિશે શંકા વ્યક્ત કરીને તેનાં કારણો આપ્યાં છે, પરંતુ લાક્ષણિક ઉદાહરણો લઈએ કારણોની વિગતે ચર્ચા કરી નથી અને આ બંને નળાખ્યાનોને વિગતે સરખાવ્યાં પણ નથી.
અહીં આપણે પ્રથમ આ બંને નળાખ્યાનોને સરખાવીને એનાં આંતઅમાણોનો વિચાર કરીશું અને પછી એનાં બાપ્રમાણોનો વિચાર કરી એના કર્તુત્વનો નિર્ણય બાંધીશું.
સૌથી પહેલી મહત્ત્વની દલીલ તો એ છે કે કોઈ પણ કવિ પોતાની કૃતિની બીજી વાર રચના કરે અને તે ગમે તેટલી ઉતાવળથી કરે તોપણ ૪00 કરતાંયે વધારે કડીઓમાં એની એક પણ પંક્તિ અથવા અડધી પંક્તિ પણ મળતી ન આવે એવું સામાન્ય રીતે બને જ નહિ. ભાલણના “નળાખ્યાન'ની એક પણ પંક્તિ એના કહેવાતા આ બીજા “નળાખ્યાન'માં જોવા મળતી નથી.
બીજી મહત્ત્વની દલીલ એ છે કે કવિએ પોતાની પહેલી કૃતિમાં જે મનોહર, મૌલિક કલ્પનાઓ કરી હોય તે બીજી કૃતિમાં ઉતાર્યા વગર રહી શકે ખરો ? ઉતાવળને લીધે પહેલાં જેટલી સારી રીતે અને સરસ ભાષામાં તે કદાચ ન ઉતારે, અથવા બધી જ કલ્પનાઓ ન ઉતારે, પરંતુ બિલકુલ એક પણ કલ્પના ન ઉતારે એ કેવી રીતે બને ? અને ઉતાવળ હોય તો જે કલ્પના એણે પહેલી કૃતિમાં ઓછા શબ્દોમાં રમતાં રમતાં ઉતારી હોય તેને માટે બીજી કૃતિમાં તે નિરાંતે વધુ પંક્તિઓ કેવી રીતે લખી શકે ? ભાલણના નળાખ્યાનની એક પણ મૌલિક કલ્પના આ બીજા નળાખ્યાનમાં જોવા મળતી નથી એ ઘણી આશ્ચર્યની વાત છે. બીજી બાજુ, આ બીજી કૃતિમાં એ જે મૌલિક કલ્પનાઓ બતાવે છે તેમાંની એક પણ એ પહેલી કૃતિમાં ન બતાવે એ પણ ઓછી આશ્ચર્યની વાત છે ? સિવાય કે એ બધી જ કલ્પનાઓ પાછળથી એને સૂઝી હોય અને પહેલી કૃતિમાં ઉચ્ચ પ્રકારની કવિત્વમય અને સુરુચિપૂર્ણ કલ્પનાઓ રજૂ કરે અને પાછળથી લખાયેલી કૃતિમાં નિકૃષ્ટ પ્રકારની, કવિત્વહીન, સુરુચિનો ભંગ કરે એવી કલ્પનાઓ રજૂ કરે તે કઈ રીતે સંભવી શકે? ભાલણે પોતાના નળાખ્યાનમાં સરોવરની, દેવો નળનું સ્વરૂપ ધારણ કરે છે તે પ્રસંગની, દમયંતીએ દેવોનાં બતાવેલાં કલંકોની, દેવોના યાચકપણા વિશે નળના
૧૮૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org