________________
ભાલણની અસંદિગ્ધ કૃતિ તરીકે જ તે ઉલ્લેખ પામ્યું. આ સમય દરમિયાન ભાલણનું કહેવાતું પહેલું નળાખ્યાન અનુપલબ્ધ હોવાનું જ મનાતું હતું.
ભાલણના આ બીજા કહેવાતા નળાખ્યાનનું સંપાદન સ્વ. રામલાલ મોદીએ હાથ ધર્યું ત્યારે કેવી આકસ્મિક રીતે એમને ભાલણનું પહેલું નળાખ્યાન મળી આવ્યું તે એમણે બે નળાખ્યાનો'ની પ્રસ્તાવનામાં બતાવ્યું છે. વળી, આ કહેવાતા બીજા ‘નળાખ્યાનની એક પણ હસ્તપ્રત મને મળી નહિ એ પણ એમણે નોંધ્યું છે. ઈ. સ. ૧૯૨૪માં આ બંને નળાખ્યાનો એમણે પ્રગટ કર્યો ત્યારે આ બીજા નળાખ્યાન વિશે તેમણે થોડીક શંકા વ્યક્ત કરી અને તે માટે કેટલાંક કારણો આપ્યાં.* બીજી બાજુ, એમણે ભાલણની ઉતાવળમાં લખાયેલી એ કૃતિ હોવા વિશે શક્યતા પણ વિચારી જોઈ છે. ભાલણની આ કૃતિ નથી એવો બેધડક અભિપ્રાય એમણે આપ્યો નથી. વળી, આ અર્વાચીન કૃતિ છે એવો પણ સ્પષ્ટ અને નિશ્ચિત અભિપ્રાય એમણે આપ્યો નથી, કારણ કે આ કૃતિ પ્રાચીન કાળના કોઈ કવિએ રચીને ભાલણના નામે ચઢાવી હોવાનો સંભવ પણ તેઓ વિચારે છે.
- સ્વ. રામલાલ મોદીએ વ્યક્ત કરેલી આ શંકાને ત્યાર પછી કંઈ વેગ મળ્યો નથી. એટલું જ નહિ, ઈ. સ. ૧૯૩૯માં શ્રી કે. કા. શાસ્ત્રી તરફથી “કવિચરિત ભાગ-૧માં એનો સ્વીકાર પણ થયો છે. શ્રી કે. કા. શાસ્ત્રીએ ભાલણના કહેવાતા આ નળાખ્યાનમાંથી અવતરણો આપી તેમાં મધ્યકાલીન ભાષાની પ્રથમ અને દ્વિતીય ભૂમિકાના અંશો અત્રતત્ર છૂટાછવાયા હોવાનું પણ બતાવ્યું.
આમ, ૧૯૨૪માં સ્વ. રામલાલ મોદીએ આ નળાખ્યાન વિશે શંકા વ્યક્ત કરી, ત્યાર પછી એ શંકાને દઢ કરે એવાં કોઈ વધુ પ્રમાણો હજુ રજૂ થયાં નથી. પરંતુ શ્રી કે. કા. શાસ્ત્રીએ ભાલણના સમય અંગે અને એના આ નળાખ્યાનના અનુસંધાનમાં કર્તુત્વ અંગે પોતાનો અભિપ્રાય હવે બદલ્યો છે. તેઓ લખે છે, “મૃદુ પ્રકૃતિના સ્વ. મોદી આમ શંકાની નરે જુએ છે એ જ આ કૃતિનું ભાલણનું કર્તુત્વ નથી એ પુરવાર કરવા પૂરતું છે. વસ્તુસ્થિતિએ એની કોઈ હાથપ્રત મળી જ નથી અને મજા તો એ છે કે સાલવાળી કડી માત્ર પ્રા. કા. માળાની વાચનામાં જ છે. જ્યારે ગુજરાતી પ્રેસની બુ. કા.ની વાચનામાં નથી... આ પરિસ્થિતિમાં નરસિંહ મહેતાને નામે ચઢાવેલાં “સુરતસંગ્રામ' અને “ગોવિંદગમનની ભાષામાં તો ભળતાં, અને કેટલીક વાર ખોટાં મધ્યકાલીન શબ્દસ્વરૂપ દાખલ કરી એ બેઉ કાવ્યોને જુનવાણી હોવાનું કહેવામાં આવ્યું છે તેવું જ આ બીજા નળાખ્યાનના વિષયમાં પણ બન્યું હોવા વિશે મને તો શંકા હવે રહી નથી.” * “બે નળાખ્યાન" પ્રસ્તાવના, પૃ.૨૨
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનનું પગેરું કે ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org