________________
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'નું પગેરું
ભાલણે ‘નળાખ્યાન' લખ્યું હતું એ વાત જાણીતી હતી, પરંતુ એણે ‘નળાખ્યાન' બે વાર લખ્યું હતું એ પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદકો પાસેથી જ આપણને પહેલી વાર જાણવા મળ્યું હતું. પ્રા.કા.માં આ બીજું “નળાખ્યાન' છપાયું ત્યાં સુધી ભાલણના આ બીજા ‘નળાખ્યાન” વિશે કોઈને માહિતી ન હતી. ભાલણને બીજી વાર નળાખ્યાન લખવાનું પ્રયોજન શું? એ પ્રશ્નનો જવાબ સંપાદકો આપણને બીજીવારના નળાખ્યાનની પંક્તિઓ ટાંકીને આપે છે :
આ નળાખ્યાન કવિની બીજી વારની કૃતિ છે. પ્રથમ તેમણે જે નળાખ્યાન લખ્યું હતું તે કોઈ લઈ ગયું અને તેણે પાછું ન આપ્યું ત્યારે આ ફરી લખી કાઢ્યું છે. કવિની પ્રથમ કૃતિ આના કરતાં કદાચ વધારે સુંદર હશે એમ અનુમાન થાય છે. કેમકે ઉત્સાહના પહેલા તરંગનું એ કાર્ય હતું. આ વિશે કવિ નળાખ્યાનને છેવટે લખે છે કે :
નાગરકાજે શ્રમ દુવેળા, કવિને કરમે લાગ્યો છે, ધ્રુવાખ્યાન ને નળાખ્યાન બે, પુનરપિ કરી અનુરાગ્યો છે, ગાંધીને કેવું મારી માટે, મૂર્ણ જાણે નહિ મરીની ખોટજી,
ગુરુકૃપાએ કવિતાસાગરમાં, આવે ગ્રંથરૂપી ભરતીઓટજી.” પ્રાચીન કાવ્યમાળામાં આ નળાખ્યાન છપાયા પછી ઈ. સ. ૧૮૯૫માં તે બૃહત્ કાવ્યદોહન'ના ગ્રંથ પમાં છપાયું. પરંતુ “પ્રાચીન કાવ્યમાળા' કરતાં તેમાં સ્થળેસ્થળે પાઠફેર જોવા મળે છે, અને કેટલીક કડીઓ ઓછી જોવા મળે છે. આમ, આ બે ગ્રંથોમાં આ ‘નળાખ્યાન' છપાયા પછી પાંત્રીસેક વરસ સુધી તે ભાલણની કૃતિ તરીકે જ સ્વીકારાયું અને આપણા સાહિત્યના ઇતિહાસમાં અને અન્ય ગ્રંથોમાં
૧૮૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org