________________
ભજવ્યો છે. પ્રેમાનંદે મહાભારતની પરંપરાપ્રાપ્ત સાંભળેલી નળદમયંતીની કથામાં એક તરફ પોતાના પુરોગામી આખ્યાનકારો ભાલણ અને નાકરના નળાખ્યાનમાંથી લીધેલું કેટલુંક ઉમેરણ કર્યું છે તો બીજી બાજુ જૈન પરંપરાની નલકથા ઉપરાંત ‘નલાયન’ મહાકાવ્યને આધારે નયસુંદરે રચેલા ‘નળદમયંતી રાસ’માંથી લીધેલું ઉમેરણ પણ કર્યું છે. તેની સાથે સાથે પોતાની સ્વતંત્ર, મૌલિક કવિપ્રતિભા વડે ક્યારેક પાત્રાલેખનના નિમિત્તે, ક્યારેક રસનિરૂપણના નિમિત્તે, ક્યારેક સભારંજનને માટે, ક્યારેક ગુજરાતીકરણ કરવાના આશયે નળદમયંતીની મૂળ કથામાં સ્થળેસ્થળે ફેરફારો કર્યા છે. કેટલાક ફેરફારો એવા પણ હશે જે ફેરફાર કરવાના સભાન આશયથી એણે કર્યા નહિ હોય, પણ તે સહજ રીતે થઈ ગયા હશે. આ બધા ફેરફારોથી, ક્યારેક રસક્ષતિ કે પાત્રહાનિ થઈ છે છતાં, એકંદરે ‘નળાખ્યાન’ નળદમયંતી વિશેની આખ્યાન કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ કૃતિ બની છે, અલબત્ત, આ સફળતા મેળવવાનો યશ કથાકાર પ્રેમાનંદને જેટલો છે એથી વધુ કવિ પ્રેમાનંદને છે.
Jain Education International
પ્રેમાનંદના નળાખ્યાન'નું કથાવસ્તુ ૧૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org