________________
અને નાકર જેવા પોતાના પુરોગામી કવિની જેમ પ્રેમાનંદે પણ, મહાભારતના ‘ઉપાખ્યાન'ને આધારે સ્વતંત્ર કૃતિનું સર્જન કર્યું છે. પરંતુ ભાલણ ખાસ, અને કેટલેક અંશે નાકર, મહાભારતની કથાને વફાદાર રહે છે ત્યારે પ્રેમાનંદે તો માત્ર તેનો આધાર જ લીધો છે, અને આખી કૃતિનું સર્જન પોતાની સ્વતંત્ર, મૌલિક પ્રતિભાશક્તિથી કર્યું છે. ભાલણનું નળાખ્યાન વાંચતાં મહાભારતની સંસ્કૃત નલકથા એણે બરાબર વાંચી હશે એવી સ્પષ્ટ પ્રતીતિ વારંવાર થાય છે. પ્રેમાનંદનું નળાખ્યાન વાંચતાં, સ્થળે સ્થળે નાની નાની વિગતોમાં જે ફેર જોવા મળે છે અને એવા બધા જ ફેરફારો ભિન્ન, મૌલિક નિરૂપણ કરવાના આશયથી જ એણે કર્યા હોય એવું નથી) તે લક્ષમાં લેતાં, એણે મૂળ સંસ્કૃત મહાભારતની ‘નલકથા વાંચી નથી એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે.
પ્રેમાનંદના ‘નળાખ્યાન' ઉપર એના પુરોગામી કવિઓ ભાલણ અને નાકરની અસર થઈ છે. એટલું જ નહિ, જૈન-પરંપરાની નલકથાની, તેમાંયે વિશેષતઃ માણિક્યદેવસૂરિકૃત ‘નલાયન' મહાકાવ્યની સીધી કે આડકતરી અને તે પરથી રચાયેલ નયસુંદરકૃત “નળદમયંતી રાસની ઠીકઠીક અસર પડી છે એમ સંખ્યાબંધ પ્રસંગોની વિગતો સરખાવવાથી લાગે છે.
પ્રેમાનંદ ઉપર એના પુરોગામી કવિઓની અસર પડી હોવા છતાં, એ ઉચ્ચ, મૌલિક સ્વતંત્ર પ્રતિભાવાળો કવિ છે, એમ એનું “નળાખ્યાન' વાંચતાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ભાલણ, નાકર વગેરેની કૃતિઓ સાથે સરખાવતાં, પ્રેમાનંદનું નળાખ્યાન' વધુ રસિક બન્યું છે અને એનું નિરૂપણ વધારે જીવંત બન્યું છે એમ લાગ્યા વગર રહેશે નહિ. ભાલણ, નાકરની કૃતિઓ વાંચતાં જાણે આપણે દૂરના ભૂતકાળની કોઈ કથા વાંચતાં હોઈએ એવું લાગે છે, જ્યારે પ્રેમાનંદે નિરૂપેલી કથા જાણે આપણી નજર સમક્ષ અત્યારે બની રહી હોય એવી તરવરી રહે છે અને આપણે એમાં એકદમ ઓતપ્રોત બની જઈએ છીએ.
પ્રેમાનંદ સૌથી વધુ કુશળ વાતકાર છે એટલે કથાવસ્તુની સંકલના કેવી રીતે કિરવી, કથાપ્રસંગને ક્યાં મૂકવો અને એને કેટલું મહત્ત્વ આપવું તે એ બરાબર જાણે છે; વળી દરેક પ્રસંગને માંડીને, રસિક રીતે કેમ ખીલવવો એ પણ તે બરાબર જાણે છે. એ રસસ્થાનોનો સાચો પારખુ છે, અને તેથી એમને ખીલવવાની એક પણ તક તે જતી કરતો નથી. અલબત્ત, રસના પ્રવાહમાં તણાઈને એ કેટલીક વાર અતિશયોક્તિભર્યું ઉત્કટ આલેખન કરે છે અને તેમ કરવા જતાં કેટલીક વાર ઔચિત્યનું ભાન ગુમાવે છે અને પાત્રોના ગૌરવને હાનિ પહોંચાડે છે.
આમ, પ્રેમાનંદના નળાખ્યાનના કથાવસ્તુની સંયોજનામાં ઘણાં તત્ત્વોએ ભાગ
૧૪ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org