________________
સમાપન, મહાભારતની જેમ, નળદમયંતીના સુખમય જીવનના વર્ણન સાથે થાય છે. જૈન પરંપરાની કૃતિઓમાં વર્ણવ્યા પ્રમાણે નળદમયંતી પોતાનું રાજ્ય પુત્રને સોંપી વનમાં જાય છે, દીક્ષા લે છે, તપ કરે છે અને અનશન કરી સ્વર્ગલોકમાં જાય છે. પ્રેમાનંદનો આટલો ઉમેરો જૈનકથાની અસર બતાવે છે. એમાં આનું રાજ્યસુખ ૩૬ હજાર વર્ષનું ગણાવ્યું છે, એ આટલી મોટી સંખ્યા પણ જૈનકથાની અસર બતાવે
નળાખ્યાનને અંતે કૃતિની લશ્રુતિ બતાવતાં કવિ લખે છે :
કરકોટક ને નળ દમયંતી, સુદેવ, ત્રસ્તુપર્ણ રાયજી;
એ પંચ નામ સૂતાં ઊઠતાં, તેને ઘેરથી કલિજુગ જાયજી. અહીં સુદેવનું નામ પ્રેમાનંદે પોતે ઉમેર્યું છે. મહાભારતમાં એ નથી. પ્રેમાનંદ આ આખ્યાનમાં સુદેવના પાત્રને વધારે ગૌરવવાળું પવિત્ર ઋષિ જેવું દોર્યું છે, મહાભારતનો સુદેવ દમયંતી અને નળની તપાસ કરી લાવનાર એક બ્રાહ્મણમાત્ર છે. પ્રેમાનંદે એને નળદમયંતીને આપત્તિકાળમાં મદદરૂપ અને માર્ગદર્શક થનાર વડીલ વ્યક્તિગુરુજન તરીકે આલેખ્યો છે. આથી જ પ્રેમાનંદ સુદેવને મહાભારત કરતાં ઘણું વધારે કામ સોંપ્યું છે. શ્રી અનંતરાય રાવળે પ્રશ્ન કર્યો છે, પ્રેમાનંદ સુદેવને ઘણી કામગીરી સોંપી છે. પાત્રની આટલી બધી કરકસરની પ્રેમાનંદ જેવા પ્રેમાનંદને કેમ જરૂર પડી હશે?” એનો જવાબ એ છે કે પ્રેમાનંદ સુદેવના પાત્રને ઉપસાવી એક ઋષિ જેવું ચીતરવા માગે છે. નળદમયંતી જેવા પ્રાતઃસ્મરણીય નામ સાથે, એમના ઉપર ઉપકાર કરનાર કર્કોટક અને ઋતુપર્ણનાં નામ આવે, તો એ બંનેનું મિલન કરાવી આપનાર સુદેવનું નામ કેમ ન આવે? માટે એ સુદેવને પણ તેની સાથે ગણાવી, મહાભારત કરતાં થોડું વધારે કામ એને સોંપી, એના સ્થાનની યોગ્યતામાં ઉમેરોવધારો કરવા માગે છે. આ રીતે જોતાં, પ્રેમાનંદે પાત્રની કરકસર કરી છે એમ નહિ લાગે. વળી, પ્રેમાનંદે જે રીતે અને જે પ્રમાણે સુદેવના પાત્રને ઉપસાવ્યું છે અને ખીલવ્યું છે તથા એનાં કામ, ગૌરવ, પવિત્રતા, તત્પરતા, વાત્સલ્ય, દીર્ઘદૃષ્ટિ, આવડત વગેરેનું જે ચિત્ર દોર્યું છે તે જોતાં નળદમયંતી, કર્કોટક અને ઋતુપર્ણના નામ સાથે પાંચમું નામ સુદેવનું મકવાનો આશય પહેલેથી એનો હશે એમ લાગે છે. આ દૃષ્ટિએ જોતાં પ્રેમાનંદે આમ કર્યું છે તેમાં સુદેવનું નામ અસ્થાને છે એમ કોઈને પણ નહિ લાગે. છેલ્લી છ કડીમાં પ્રેમાનંદે કવિપરિચય, કૃતિની રચનાતાલ, સ્થળ વગેરે આપી, ફરી એકવાર કૃતિની ફલશ્રુતિ જણાવી આ આખ્યાનનું સમાપન કર્યું છે.
આમ પ્રેમાનંદના “નળાખ્યાનનાં કથાવસ્તુનું આપણે અવલોકન કર્યું. ભાલણ
પ્રેમાનંદના નળાખ્યાનનું કથાવસ્તુ ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org