________________
એકાદ-બે અપવાદ સિવાય લગભગ બધી જ કૃતિઓમાં નળ અંતે પુષ્કરને ઘુતમાં હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવે છે. પ્રેમાનંદે પુષ્કરને ઘૂત રમતો કે યુદ્ધ કરતો બતાવ્યો નથી, કારણ કે પુષ્કરના હૃદયનું પરિવર્તન થાય છે અને એ પોતે જ સામેથી આવી, નળને એનું રાજ્ય પાછું સોંપી દે છે. પુષ્કરનું આ પરિવર્તન પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. શ્રી રામનારાયણ પાઠક લખે છે:
પ્રેમાનંદે એને પશ્ચાત્તાપ કરતો, સામે જઈ રાજ્ય સોંપતો બતાવ્યો છે; તે પણ મહાભારત કરતાં શુભતર અંત છે તેની ના નહિ કહી શકાય. મહાભારત કરતાં ગુજરાત એટલું મુલાયમ પ્રકૃતિનું અવશ્ય હતું”* શ્રી અનંતરાય રાવળ આ વિશે લખે છે, “પ્રેમાનંદનો સુધારો જરાય વાંધાભર્યો નથી. “રણયજ્ઞમાં રાવણ અને કુંભકર્ણનાં પાત્રોને રામાયણ કરતાં સુધારવામાં એણે જે કુશળતા દેખાડી છે તેવા જ પ્રકારની કુશળતા અને દૃષ્ટિ તેણે અહીં દેખાડ્યાં ગણાય નહીં ?"x
- પ્રેમાનંદે આણેલો આ અંત શુભતર છે અને ગમી જાય એવો છે એ ખરું. પરંતુ મહાભારતકારને કે નલકથામાં આ ફેરફાર કરનાર બીજા કોઈ કવિને ન સૂઝે એટલો એ અસાધારણ નથી. વસ્તુતઃ આવો ફેરફાર ન કરવામાં બીજો એક સૂક્ષ્મ અર્થ રહેલો બીજા કવિઓ જે જોઈ શક્યા છે તે પ્રેમાનંદ જોઈ શક્યો નથી. એ અર્થ તે નળની અક્ષવિદ્યાપ્રાપ્તિનું પ્રયોજન. એથી નળના દેહમાંથી કલિ નીકળે છે એ પણ એનું એક પ્રયોજન છે. પણ એમાં તો સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. નળની અક્ષવિદ્યાનું વ્યાવહારિક અને મહત્ત્વનું પ્રયોજન તે પુષ્કરના ઘુતમાં થતા પરાજયથી સિદ્ધ થાય છે. જો પુષ્કરને ચૂતમાં હારતો અને નળને ચૂતમાં જીતતો ન બતાવવો હોય તો નળની અક્ષવિદ્યા પ્રાપ્તિનું પ્રયોજન ખાસ રહેશે નહીં.
વળી, મહાભારતની કથામાં, નલકથાને અંતે બૃહદ% મુનિ યુધિષ્ઠિરને અક્ષવિદ્યા આપે છે તે પણ લક્ષમાં લેતાં, આ ધૂતથી પુષ્કરના પરાજયમાં સૂક્ષ્મ ઔચિત્વ રહેલું જણાશે. માટે જ મહાભારતકારે કે બીજા કોઈ કવિએ, પુષ્કરનું આ હૃદયપરિવર્તન કરાવવાનું ઉચિત ધાર્યું નહિ હોય.
નળ પુષ્કરને યુદ્ધપતિ બનાવે છે અને અનેક યજ્ઞ કરી છત્રીસ હજાર વર્ષ તે પોતાનું રાજ્યસુખ ભોગવે છે. કવિએ નળના ધર્મરાજ્યનું પરિસંખ્યા અલંકારવાળું વર્ણન આ પ્રસંગે આપ્યું છે. ત્યાર પછી પુત્રને ગાદી સોંપી, નળ-દમયંતી તપ કરી અનશન વ્રત લઈ, દેહ મૂકી, વૈકુંઠમાં પહોંચે છે.
સામાન્ય રીતે જૈનેતર પરંપરાની ભાલણ, નાકર વગેરેની કૃતિઓમાં કથાનું * કાવ્યની શક્તિ (બીજી આવૃત્તિ) પૂ. ૧૫ર. ૪ નળાખ્યાન (બીજી આવૃત્તિ) પૃ. ૩૫૩
૧૮૨ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org