________________
નળ પ્રગટ થાય છે એના આનંદોત્સવનું નિરૂપણ કરી, કવિએ ઋતુપર્ણના દુ:ખનો અને નળે આપેલા સાંત્વનનો પ્રસંગ નિરૂપ્યો છે. ત્રઋતુપર્ણ આ દુઃખને કારણે આપઘાત કરવા તૈયાર થાય છે એ તો પ્રેમાનંદની કલ્પના છે. નળ અને ભીમકરાજા ઋતુપર્ણને અટકાવે છે, તે સમયે ઋતુપર્ણ પોતાનું દુઃખ વ્યક્ત કરી અપરાધ માટે ક્ષમા માગે છે, અને પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે.
નળ ઋતુપર્ણનું દુઃખ હળવું કરે છે. એણે પોતાના ઉપર કરેલા ઉપકારનું સ્મરણ કરાવે છે. વળી, ત્રસ્તુપર્ણનો બદલો બીજી એક રીતે પણ અહીં વાળી આપવામાં આવે છે. દમયંતીની ભત્રીજી સુલોચના, જે બીજી દમયંતી જેવી જ છે તેને, ઋતુપર્ણ સાથે પરણાવવામાં આવે છે. આ કલ્પના પ્રેમાનંદની પોતાની છે. મહાભારતમાં કે અન્યત્ર એ જોવા મળતી નથી. એમાં એક રીતે “કવિન્યાય પણ રહેલો છે અને બીજી રીતે ગુજરાતનું વ્યવહારુ ડહાપણ પણ રહેલું છે.
આ પ્રસંગ પ્રેમાનંદની મૌલિક કલ્પનાનો છે એ ખરું, પરંતુ આને મળતો પ્રસંગ “નલાયન' અને “નૈષધીયચરિત'માં છે. એ પ્રસંગ આ બીજા નહિ, પણ પહેલા સ્વયંવરને અંતે આવે છે. ત્યાં દમયંતી નળને સ્વયંવરમાં વરી એથી નિરાશ થયેલા. નળના મિત્ર જેવા રાજાઓને દક્ષિણ દિશાના બીજા રાજાઓની કુંવરીઓ, જે દમયંતીની સખીઓ છે અને દમયંતીના હાથે તાલીમ પામેલી હોવાને કારણે દમયંતી જેવી જ છે તેને દમયંતીની ભલામણથી પરણાવવામાં આવે છે.
આ પ્રસંગ અને પ્રેમાનંદનો પ્રસંગ તદ્દન જુદાજુદા જ છે. છતાં, દમયંતીના સ્વયંવર માટે આવેલી અને નિરાશ થયેલી, નળના મિત્ર જેવી વ્યક્તિને એમ ને એમ પાછી ન જવા દેતાં, “દમયંતી જેવી જ બીજી કન્યા પરણાવવામાં આવે એટલું સામ્ય આ બંને પ્રસંગોમાં રહેલું જોઈ શકાય છે. એમાં પ્રેમાનંદનો પ્રસંગ વધારે મહત્ત્વનો બને છે, કારણ કે એ યોગ્ય સ્થાને, સારી રીતે મૂકવામાં આવ્યો છે. એમાં વિશેષ કવિન્યાય પણ રહેલો છે, કારણ કે ઋતુપર્ણ દમયંતીના બીજા બનાવટી
સ્વયંવર માટે આવેલો છે અને એ નિરાશ થવા ઉપરાંત, ફજેત પણ થયેલો છે. પ્રેમાનંદે પોતાના આ પ્રસંગનું સૂચન નૈષધીયચરિત’ કે ‘નલાયનમાંથી લીધું હશે ?
નળ મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અને દમયંતીને મળે છે એ પછી પાંચ દિવસ ભીમકરાજાને ત્યાં રહી એ, પોતાનું સૈન્ય સજ્જ કરી પુષ્કરને જીતવા માટે આવી પહોંચે છે. આ પ્રસંગે પ્રેમાનંદે ભીમકરાજાના પુત્રોને પણ નળ સાથે આવતા બતાવ્યા છે. ભાલણમાં, નાકરમાં કે મહાભારતમાં એ પ્રમાણે નથી. માત્ર “નલાયનકારે અને નયસુંદરે ભીમકરાજાના પુત્રોને નળની સાથે જતા બતાવ્યા છે. પ્રેમાનંદે આ સૂચન એમાંથી લીધું હોય એ સંભવિત છે.
પ્રેમાનંદના “નળાખ્યાન'નું કથાવસ્તુ એ ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org