________________
બેવડી રીતે, બાહુકના પોતાના ગ્રામ્ય વર્તન દ્વારા અને અન્ય લોકોનાં બાહુક પ્રત્યેનાં કટાક્ષવચનો દ્વારા. વળી, બાહુકના વર્તનના નિરૂપણમાં જેમ કવિએ ઔચિત્યનો ખ્યાલ રાખ્યો નથી, તેમ અન્ય વ્યક્તિઓનાં આવાં કટાક્ષવચનોમાં પણ એણે એ ખ્યાલ રાખ્યો જણાતો નથી.
બાહુક એ નળ છે કે કેમ તેની કસોટી કરવાના વિચારે તેને અહીં બોલાવી આણવામાં આવ્યો છે. તેમ છતાં, તેના કદરૂપા દેહ વિશે આ પ્રસંગે સુદેવ, દમયંતીની સખીઓ, ભાભીઓ, ભીમક રાજા પોતે અને ખુદ દમયંતી પણ કટાક્ષવચનો બોલે છે, જે અહીં એકેનાં મુખમાં શોભતાં નથી.
બાહુકની “વાજિ, વૃક્ષ, જલ, અનલ” એ ચાર પરીક્ષાઓ કર્યા પછી, એની પાસે બંને બાળકોને મોકલવામાં આવે છે. પ્રેમાનંદે એ પ્રસંગનું નિરૂપણ વાસ્તવિક, હૃદયસ્પર્શી અને અસરકારક કર્યું છે. કદરૂપો બાહુક જો નળ હોય તો ? અને એ છે તેવો જ જો રહેવાનો હોય તો? તો એની સાથે જીવન કેવી રીતે પસાર થાય? પ્રેમાનંદે આ પ્રશ્ન ભાભીઓ દ્વારા મૂક્યો છે અને ત્યાં દમયંતીના સતીત્વની કસોટી થતી બતાવી છે.
બીજી બાજુ, આ પ્રસંગે બાહુકને જ્યારે દમયંતી પાસે લઈ જવામાં આવે છે ત્યારે પ્રેમાનંદે નિરૂપેલું તેનું વર્તન તદ્દન અનુચિત લાગે છે. “સાધુ પુરુષને સદ્ય પાડે,’ ‘બાહુક ખૂંખારે, આળસ માંડે, માંડ્યાં વિષયીનાં ચિહ્ન' વગેરે પંક્તિઓ આપણને ઘણી ખેંચે છે. લોકરંજનના પ્રવાહમાં તણાયેલી કવિની નિરૂપણ કલા કવિને પોતાને અને નળદમયંતીનાં પાત્રોને કેટલો અન્યાય કરી બેસે છે તે અહીં જોઈ શકાય
બાહુક એ જ નળ છે? – એની પ્રતીતિ થતાં, દમયંતી જે કહે છે તેમાં નળ પ્રત્યેના એના ઉચ્ચતમ, અશારીર પ્રેમની આપણને પ્રતીતિ થાય છે. દમયંતી કહે
તમ ચર્સ વિશે મમ મન રાતું તમ પાખે હું પેટમાં રેશુ ધાતુ (૬૧-૫૫) અમો અબુધ્ધ અબળામાં બુધ્ધ થોડી; કરે વિનંતી પ્રેમદા, પાણ જોડી. (૬૧-૫૬) નથી રૂપનું કામ રે ભૂપ ! માહરા;
થઈ કિકરી અનુસરું ચર્ણ તાહરા. (૬૧-૫૭) આ સાંભળી નળ તરત જ પોતાનું મૂળસ્વરૂપ ધારણ કરે છે. અને :
જેમ તમાલ પૂઠે વીંધ્યયે વેલી; તેમ કથને વળગી રહી ગુણઘેલી. (૬૧-૬૨)
૧૮૦ સાહિત્યદર્શન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org